- IPL સીઝન 14ની બાકી મેચો સપ્ટેમ્બર-ઑક્ટોબર દરમિયાન યોજાશે
- આ બાકીની મેચો દરમિયાન અનેક વિદેશી ખેલાડીઓ રમે તેવી સંભાવના ઓછી છે
- જો વિદેશી ખેલાડી નહીં રમે તો તે લોકોની સેલેરી પણ કપાઇ જશે
નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગની 14મી સીઝનના બાકી રહેલા મેચો સપ્ટેમ્બર-ઑક્ટોબર દરમિયાન UAEમાં રમાશે ત્યારે ટૂર્નામેન્ટની બાકીની મેચોમાં કેટલાક વિદેશી ખેલાડીઓની રમવાની સંભાવના ઓછી છે. તેમાં ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ પણ સામેલ છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ આ મામલે કડક વલણ અખત્યાર કર્યું છે. BCCIના એક અધિકારીએ જણાવ્યું કે, જો વિદેશી ખેલાડી IPL 14ની બાકીની મેચ નહીં રમે તો તેમને પ્રો-રેટાના આધારે પૈસા ચૂકવાશે. અધિકારીએ કહ્યું હતું કે, ફ્રેન્ચાઇઝી પાસે ખેલાડીઓની સેલેરી કાપવાનો અધિકાર હશે.
આપને જણાવી દઇએ કે, જો કોઇ ખેલાડી IPLની સંપૂર્ણ સીઝન રમે છે તો તેને 12 મહિનામાં 3-4 ભાગમાં સેલેરી આપવામાં આવે છે. જો કોઇ ખેલાડી પૂરી સિઝન ના રમી શકે તો આવામાં તેને પ્રો-રેટાના આધારે પૈસા ચૂકવવામાં આવે છે.
ઇગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ સ્પષ્ટ કહી ચૂક્યું છે કે, તેના ખેલાડી આઇપીએલના બીજા તબક્કા માટે યુએઇ નહીં જાય. ઇસીબી અનુસાર, તેને પોતાનું શેડ્યુલ મેનેજ કરવું છે. તે ખેલાડીઓને ટી૨૦ વર્લ્ડકપ અને એશિઝ માટે સર્વશ્રેષ્ઠ ફોર્મમાં લાવવા માંગે છે. આઇપીએલ માટે ઇંગ્લેન્ડના ખેલાડી રીલિઝ નહીં થાય.
જ્યારે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે પણ કહ્યું છે કે, તેના ખેલાડી આઇપીએલ સાથે નહીં જોડાય. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ નઝમુલ હસન પાપોને બીડીક્રિકટાઇમને કહ્યું કે, શાકિબ અલ હસન પાસે બાકી આઇપીએલ મેચ રમવાનો કોઇ મોકો નથી. કેમ કે, ઇંગ્લેન્ડ તે સમયે એક સીરિઝ માટે બાંગ્લાદેશનો પ્રવાસ કરશે, તેને ઓનઓસી નહીં મળે.