Site icon Revoi.in

હિટમેન રોહિત શર્મા સૌથી વધુ સિક્સનો નોંધાવી શકે છે રેકોર્ડ, માર્ટિન ગપ્ટિલને પાછળ છોડી ઇતિહાસ રચી શકે

Social Share

નવી દિલ્હી: ભારતીય ટીમના વિસ્ફોટક બેટ્સમેન વિશે વાત કરવામાં આવે તો તેમાં રોહિત શર્મા સામેલ છે. ટી-20 ફોર્મેટમાં રોહિત શર્મા સૌથી સફળ ભારતીય બેટ્સમેન છે. રોહિત શર્માના નામે ટી-20માં ચાર સદી છે. ભારતનો બીજો કોઇ પણ બેટ્સમેન આ સિદ્વિ હાંસલ કરી શક્યો નથી. રોહિત શર્માનો ખોફ બોલરો પર પણ રહે છે. આ કારણ છે કે જ્યાં સુધી તે ક્રીઝ પર હોય છે ભારત માટે દરેક મેચમાં જીત નક્કી થઇ જાય છે.

12 માર્ચથી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટી-20ની સિરીઝ શરૂ થવા જઇ રહી છે. આ સિરીઝમાં રોહિત શર્મા પોતાના નામે એક રેકોર્ડ કરી શકે છે. રોહિત ટી-20 ઇન્ટરનેશનલ ક્રિકેટની દુનિયામાં સૌથી વધારે સિક્સ ફટકારનાર બેટ્સમેન બની શકે છે. આ મામલામાં હાલ રોહિત બીજા ક્રમાંકે છે. પરંતુ જો ઇંગ્લેન્ડ સામે તે ફટકાબાજી કરશે તો તે આ યાદીમાં નંબર 1 બની શકે છે. ટેસ્ટ સિરીઝમાં પણ રોહિત શર્મા શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો.

ટી-20 ફોર્મેટમાં સૌથી વધારે સિક્સ ફટકારનાર બેટ્સમેનની યાદીમાં ન્યૂઝીલેન્ડનો માર્ટિન ગપ્ટિલ નંબર વન પર બિરાજમાન છે. તેણએ 99 મેચમાં 137 સિક્સર ફટકારી છે. જ્યારે રોહિત શર્માએ 108 ટી-20 મેચમાં 127 સિક્સ ફટકારી છે. રોહિત પાસે આ સિરીઝમાં ગપ્ટિલને પાછળ છોડવાની શાનદાર તક રહેશે.

રોહિત શર્માએ અત્યાર સુધી 108 ટી-20 મેચ રમી છે. જેમાં તેણે 100 ઈનિંગ્સમાં 2773 રન બનાવ્યા છે. જેમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 118 રન છે. રોહિતે 108 મેચમાં 245 ફોર અને 127 સિક્સર ફટકારી છે.

(સંકેત)