Site icon Revoi.in

વર્લ્ડ કપ 2027માં 14 ટીમો લેશે ભાગ, દર બે વર્ષે યોજાશે ટી-20 વિશ્વ કપ

Social Share

નવી દિલ્હી: ICCએ 8 વર્ષનો આગામી ફ્યૂચર ટૂર કાર્યક્રમ જાહેર કર્યો છે. જેમાં ટી-20 વર્લ્ડ કપ દર બે વર્ષ રમાશે, જ્યારે 50 ઓવરોના વર્લ્ડ કપમાં 2027માં 14 ટીમો ભાગ લેશે. આ ઉપરાંત વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપના ચાર સત્ર અને બે ચેમ્પિયન્સ ટ્રોફી રમાશે. ICCએ આ જાણકારી આપી હતી.

ICC બોર્ડે વર્ષ 2021 થી 2031 સુધીના શેડ્યુલની આજે પુષ્ટિ કરી, જેમાં મેન્સનો ક્રિકેટ વર્લ્ડ કપ અને ટી-20 વર્લ્ડ કપ રમાશે અને ચેમ્પિયન્સ ટ્રોફી ફરીથી આયોજીત થશે.

આઈસીસી મહિલા ટૂર્નામેન્ટનું શેડ્યુલ પહેલા જ નક્કી થઈ ચૂક્યું છે. આ વખતે ટી-20 વર્લ્ડ કપમાં 16 ટીમો હશે. હાલમાં 50 ઓવરના વર્લ્ડ કપમાં 10 ટીમો હોય છે. પુરુષ વર્લ્ડ કપમાં સાત-સાત ટીમોના બે ગ્રુપ હશે અન ટોપ ત્રણ-ત્રણ ટીમો સુપર સિક્સમાં પહોંચશે, તે પછી સમીફાઈનલ અને ફાઈનલ રમાશે. આ ફોર્મેટ 2003ના વર્લ્ડ કપમાં પણ હતું.

ટી-વર્લ્ડ કપનું ફોર્મેટ

ટી-20 વર્લ્ડ કપના ફોર્મેટ વિશે વાત કરીએ તો તેમાં 5-5 ગ્રૂપ હશે. દરેક ગ્રૂપમાંથી ટોપ બે ટીમો સુપર આઠમાં પહોંચશે. તે પછી સેમીફાઇનલ અને ફાઇનલ રમાશે. ICC બોર્ડે આગામી રાઉન્ડમાં બધા પુરુષ, મહિલા અને અંડર 19 ટૂર્નામેન્ટ્સના યજમાન નક્કી કરવાની પ્રક્રિયાને પણ મંજૂરી આપી દીધી.