- ભારત-પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચ જોવા મળશે
- પાકિસ્તાન ક્રિકેટ ટીમનો ભારતમાં આગમનનો માર્ગ મોકળો બન્યો
- પાકિસ્તાનના ક્રિકેટરોને ભારતમાં ઑક્ટોબરમાં યોજાનારા ICC ટી20 વર્લ્ડ કપ 2021 માટે વિઝા મળશે
નવી દિલ્હી: ભારત-પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચ જોવાના ચાહકો માટે એક સારા સમાચાર આવ્યા છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમનો ભારતમાં આગમનનો માર્ગ હવે સ્પષ્ટ થઇ રહ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર પાકિસ્તાનના ક્રિકેટરોને ભારતમાં ઑક્ટોબરમાં યોજાનારા ICC ટી20 વર્લ્ડ કપ 2021 માટે વિઝા મળશે. સરકાર તરફથી ખાતરી મળ્યા બાદ બોર્ડ સચિવ જય શાહ દ્વારા BCCIની એપેક્સ કાઉન્સિલને આ માહિતી આપવામાં આવી હતી.
જય શાહે શુક્રવારે મળેલી મીટિંગમાં વીડિયો કોન્ફરન્સ મારફતે આ માહિતી આપી હતી. તેમને એમ પણ જણાવ્યું હતું કે, ટી 20 વર્લ્ડ કપ 9 સ્થળોએ યોજાશે અને ફાઇનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે.
ક્યાં ક્યાં રમાશે ICC T20 વર્લ્ડ કપ 2021
ICC ટી20 વર્લ્ડ કપ 2021ની મેચ અમદાવાદ, મુંબઇ, દિલ્હી, કોલકાતા, ચેન્નાઇ, હૈદરાબાદ, બેંગ્લુરુ, ધર્મશાળા અને લખનઉમાં રમાશે.
BCCIની એપેક્સ કાઉન્સિલના સભ્યએ કહ્યું કે, પાકિસ્તાન ક્રિકેટ ટીમના વિઝાનો મુદ્દો હલ થઇ ગયો છે. જો કે, હજુ સુધી સ્પષ્ટ નથી થયું કે પ્રેક્ષકોએ આવવા દેવામાં આવશે કે નહીં. તે સમયસર નક્કી કરવામાં આવશે.
(સંકેત)