- સાઉથ આફ્રિકાના પ્રવાસ પહેલા ચિતા
- ટ્રેનિંગ કેમ્પમાં વનડે ટીમના કેપ્ટન રોહિત શર્મા ઇજાગ્રસ્ત
- જો કે ઇજા કેટલી ગંભીર તે અંગે કોઇ અપડેટ નહીં
નવી દિલ્હી: ટીમ ઇન્ડિયા 16 ડિસેમ્બરના રોજ સાઉથ આફ્રિકાના પ્રવાસ માટે રવાના થવાની છે ત્યારે આ અગાઉ ભારતીય ટીમ અને ક્રિકેટ ચાહકો માટે એક ચિંતાજનક સમાચાર છે.
મુંબઇમાં સાઉથ આફ્રિકા ટૂર પહેલા ટ્રેનિંગ કેમ્પ ચાલી રહ્યો છે ત્યારે ભારતીય ટીમના વાઇસ કેપ્ટન અને વનડે ટીમના કેપ્ટન રોહિત શર્મા ટ્રેનિંગ દરમિયાન ઇજાગ્રસ્ત થયો છે. ટ્રેનિંગ દરમિયાન થ્રો ડાઉન સ્પેશિયાલિસ્ટ રાઘવેન્દ્રનો બોલ સીધો જ રોહિતના હાથ પર લાગ્યો હતો.
જો કે રોહિત શર્માને જે ઇજા થઇ છે તે કેટલી ગંભીર છે તે અંગે કોઇ સમાચાર મળ્યા નથી. અગાઉ વર્ષ 2016માં અંજિક્ય રહાણેને પણ આ પ્રકારની ઇજા થઇ હતી જેમાં તેમની આંગળી પર ફ્રેક્ચર થયું હતું.
નોંધનીય છે કે, સાઉથ આફ્રિકા સામે પહેલી ટેસ્ટ 26 ડિસેમ્બરથી શરુ થવાની છે. રોહિતની ઈજા જો વધારે ગંભીર નહીં હોય તો તે મેચ પહેલા ફિટ જશે અને જો પહેલી ટેસ્ટ રમી નહીં શકે તો તેમની જગ્યાએ મયંક અગ્રવાલ અને રાહુલ ભારતીય ટીમ માટે ઓપનિંગ કરશે.