Site icon Revoi.in

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ: ફાઇનલ મેચ માટે ભારતીય ટીમની જાહેરાત કરાઇ

Social Share

નવી દિલ્હી: ન્યૂઝીલેન્ડ સામે આગામી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ યોજાવાની છે ત્યારે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. કુલ 15 સભ્યોની ટીમમાં બે વિકેટકીપર અને 5 પેસર્સની પસંદી કરાઇ છે.

18 જૂનથી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ રમાવાની છે. ભારતીય ટીમે ઇંગ્લેન્ડમાં ઇન્ટ્રા સ્ક્વોડ મેચ રમીને પોતાની તૈયારી પણ કરી લીધી છે. હવે 18 જૂનથી સાઉથમ્પટનમાં મેદાનમાં ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમ વચ્ચે આ ફાઇનલ મેચ રમાશે.

ભારતીય ટીમ 20 ખેલાડી અને 5 નેટ બોલરની સાથે ઇંગ્લેન્ડના પ્રવાસે પહોંચી છે. આ પ્રવાસમાં ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ અને ત્યારબાદ ઇંગ્લેન્ડ સામે 5 મેચોની ટેસ્ટ સિરીઝ રમવાની છે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ન્યૂઝીલેન્ડ સામેની ફાઇનલ મેચ માટે ભારતીય ટીમમાં ઑપનર તરીકે શુભમન ગિલ અને રોહિત શર્મા, તો સ્પિન બોલર તરીકે જાડેજા અને અશ્વિન, જ્યારે પાંચ ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાજ અને ઇશાંત શર્માને સામેલ કરાયા છે.

ટીમ:

રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે (વાઈસ કેપ્ટન), હનુમા વિહારી, ઋષભ પંત, રિધિમાન સાહા, રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ, ઈશાંત શર્મા, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ અને મોહમ્મદ સિરાજ.