સચિનના નેતૃત્વમાં ભારતે રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝનું ટાઇટલ જીત્યું, ફાઇનલમાં શ્રીલંકાને આપી મ્હાત
- રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ ટી20 2021ની ફાઇનલ મેચમાં ભારતીય ટીમનું દમદાર પ્રદર્શન
- ફાઇનલ મેચમાં શ્રીલંકાને હરાવીને રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝનું ટાઇટલ પોતાને નામે કર્યું
- સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન ટીમ ઇન્ડિયાનું પ્રદર્શન દમદાર રહ્યું હતું
નવી દિલ્હી: સચિન તેંડુલકરના નેતૃત્વ હેઠળ ઇન્ડિયા લેજન્ડ્સે રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ ટી20 2021ની ફાઇનલ મેચમાં શ્રીલંકા લેજન્ડ્સ વિરુદ્વ પણ વિજયી ક્રમ જારી રાખ્યો અને ટાઇટલ પોતાના નામે કર્યું છે. આ ટૂર્નામેન્ટ દરમિયાન ભારતીય ટીમનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું અને ફાઇનલમાં પણ ટીમનો દેખાવ દમદાર જોવા મળ્યો હતો. ફાઇનલ મેચમાં ટીમ ઇન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા યૂસુફ પઠાણ તેમજ યુવરાજ સિંહની અડધી સદીની મદદથી 20 ઑવરમાં 4 વિકેટે 181 રન બનાવ્યા હતા.
શ્રીલંકાને જીત માટે 182 રનની જરૂર હતી પરંતુ ટીમ ટાર્ગેટ હાસિલ ન કરી શકે અને તેણે હારનો સામનો કરવો પડ્યો છે. શ્રીલંકાની ટીમે આ મેચમાંટ 20 ઑવરમાં 7 વિકેટ પર 167 રન બનાવી શકી અને તેણે 14 રનથી હારનો સામનો કરવો પડ્યો છે.
આ મેચમાં ઈન્ડિયા લેજન્ડ્સે પહેલા બેટિંગ કરી અને 20 ઓવરમાં 4 વિકેટે 181 રન બનાવ્યા. ભારત કરફથી વીરૂએ 10 રન બનાવ્યા તો સચિન તેંડુલકરે 23 બોલમાં 30 રન બનાવ્યા. એસ બદ્રીનાથે માત્ર 7 રનનું યોગદાન આપ્યું હતું. યુવરાજ સિંહ અને યૂસુફ પઠાણે ઈનિંગ સંભાળી હતી. યુવરાજ 60 રન બનાવી આઉટ થયો હતો. તો યૂસુફે અણનમ 62 અને ઇરફાન 8 રન બનાવી અણનમ રહ્યા હતા. શ્રીલંકા તરફથી રંગના હેરાથ, સનથ જયસૂર્યા, મહારૂફ તથા વીરારત્નેને એક-એક સફળતા મળી હતી.
બીજી ઈનિંગમાં લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમને સનથ જયસૂર્યા તથા કેપ્ટન તિલકરત્ને દિલશાને સારૂ શરૂઆત અપાવી અને પ્રથમ વિકેટ માટે 62 રનની ભાગીદારી કરી. દિલશાન 21 રન બનાવી આઉટ થઈ ગયો ત્યારબાદ ચમારા સિલ્વા પણ માત્ર 2 રન પર આઉટ થયો. જયસૂર્યાએ 35 બોલનો સામનો કરતા 5 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 43 રનની ઈનિંગ રમી હતી. તેને યૂસુફે આઉટ કર્યો હતો. થરંગા 13 રન બનાવી આઉટ થયો હતો.
ભારત તરફથી યૂસુફ અને ઇરફાને બે-બે તથા ગોનીએ એક વિકેટ ઝડપી હતી.
(સંકેત)