- ભારતની બોક્સર લવલીનાએ જીત્યો બ્રોન્ઝ
- સેમિફાઇનલમાં તુર્કીની બોક્સર બુસેનાજ સામે થઇ હાર
- બોક્સિંગમાં મેડલ જીતનાર લવલીના ત્રીજી ભારતીય બની ગઇ છે
નવી દિલ્હી: ભારતની મહિલા બોક્સર લવલીનાએ બ્રોન્ઝથી સંતોષ માનવો પડ્યો છે. ભારતીય મહિલા બોક્સર લવલીનાની 69 કિલોગ્રામ મુકાબલામાં તુર્કીની બોક્સર બુસેનાજ સુરમેનેકી સામે હારનો સામનો કરવો પડ્યો છે. સેમિફાઇનલમાં તેનો 5-0થી પરાજય થયો છે. આ સાથતે ભારતને ટોક્યો ઓલિમ્પિકમાં ત્રીજો મેડલ મળ્યો છે. બોક્સિંગમાં મેડલ જીતનાર લવલીના ત્રીજી ભારતીય બની ગઇ છે.
બોક્સિંગના બીજા રાઉન્ડ દરમિયાન તુર્કીની બોક્સર લવલીના પર મજબૂત પકડ રાખી હતી. પાંચેય જજોએ બુસેનાજ સુરમેનેલીને 10-10 પોઇન્ટ આવ્યા, જ્યારે લવલીનાને 8-8 પોઇન્ટ આપ્યા હતા.
લવલીના બોરગોહેન પ્રથમ રાઉન્ડમાં હારી હતી. તેને 0-5થી હારનો સામનો કરવો પડ્યો છે. પાંચેય જજોએ બુસેનાજ સુરમેનેલીને 10-10 પોઈન્ટ આવ્યા, જ્યારે લવલીનાને 9-9 પોઈન્ટ આપ્યા હતા.
ઈતિહાસ રચી દીધો છે. લવલીનાએ સેમિફાઇનલ મુકાબલામાં તુર્કીની વિશ્વ ચેમ્પિયન બોક્સર બુસેનાજ સુરમેનેલીને હરાવી ફાઇનલમાં પહોંચી ગઈ છે.
મહત્વનું છે કે, ભારતને બોક્સિંગમાં 9 વર્ષ બાદ લવલીનાએ મેડલ અપાવ્યો છે. છેલ્લે 2012 લંડન ઓલિમ્પિકમાં ભારતની બોક્સર મેરી કોમે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ત્યારબાદ ભારતના કોઈ બોક્સરને ઓલિમ્પિકમાં મેડલ મળ્યો નથી.