Site icon Revoi.in

સ્પોર્ટ્સમાં ભારતે ફરી દેખાડ્યો દમ, અમિત ખત્રીએ સિલ્વર મેડલ જીતીને ઇતિહાસ રચ્યો

Social Share

નવી દિલ્હી: આ વખતના ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય એથ્લેટ્સના દમદાર પ્રદર્શન બાદ હવે કેન્યાની રાજધાની નૌરોબીમાં અંડર 20 વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતના એથ્લેટ અમિત ખત્રીએ ઇતિહાસ રચ્યો છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર અમિત ખત્રીએ શનિવારે 10 હજાર મીટર વૉકિંગ રેસમાં સિલ્વર મેડલ હાંસલ કર્યો છે. આ ભારતનો બીજો મેડલ છે. આ પહેલા ભારતે 4*400 મીટર રેસમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

અમિત ખત્રીએ આ રેસ માત્ર 42 મિનિટ અને 17.49 સેકન્ડમાં પૂરી કરી હતી. આ સ્પર્ધાનો ગોલ્ડ મેડલ કીનિયાના હેરિસ્ટોન વાન્યોનીએ જીત્યો હતો. આવું પ્રથમવાર થયું છે કે જ્યારે ભારતે વૉકિંગ સ્પર્ધામાં 2 મેડલ જીત્યા છે. અમિતે શરૂઆતથી જ દમદાર પ્રદર્શન કર્યું હતું.

17 વર્ષીય અમિત માટે આ વર્ષ ખુબ સારું રહ્યું છે. આ વર્ષની શરૂઆતમાં તેમણે 10 કિમી દોડમાં એક નવો રાષ્ટ્રીય અંડર 20 રેકોર્ડ બનાવ્યો હતો. આ દરમિયાન તેમનો રેકોર્ડ 40.97 સેકન્ડનો છે.