Site icon Revoi.in

IPL 2021ના બાકીના મેચો આ સમય દરમિયાન યોજવાની BCCIની તૈયારી

Social Share

નવી દિલ્હી: કોરોનાની મહામારીને કારણે આ વર્ષે IPL 2021ને અધવચ્ચે જ મોકૂફ રાખવાની નોબત આવી છે. ટૂર્નામેન્ટના હજુ 31 મેચો બાકી છે ત્યારે હવે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે આ મેચોનું આયોજન ક્યારે કરવામાં આવશે.

આ વખતે BCCIની SGM 29 મેના રોજ યોજાનાર છે ત્યારે રિપોર્ટ્સ પ્રમાણે IPL 2021ની બાકીની મેચોના આયોજનને લઇને ત્યારે નિર્ણય લેવાય તેવી સંભાવના છે.

જો રિપોર્ટનું માનીએ તો બીસીસીઆઈ 15 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબર વચ્ચે  IPL 2021 ની બાકીની મેચો UAE માં કરાવવા પર વિચાર કરી રહ્યું છે. એક મીડિયા એજન્સીના હવાલે આ અંગે જાણકારી મળી છે.

કહેવાય છે કે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચોની ટેસ્ટ સિરીઝ બાદ 15 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબરની વચ્ચે આ બાકી રહેલી 31 મેચોનું આયોજન કરીને આઈપીએલલની 14મી સીઝનને ખતમ કરવામાં આવી  શકે છે.

BCCIના અધિકારીઓ અનુસાર, ઇંગ્લેન્ડ વિરુદ્વ બીજી અને ત્રીજી ટેસ્ટ વચ્ચે 9 દિવસનો ગેપ ઓછો કરીને 4 દિવસનો ગેપ ઓછો કરીને 4 દિવસનો થઇ શકે તો BCCI તે વધારાના 5 દિવસનો ઉપયોગ કરી શકે. જો કે ભારતીય બોર્ડે અધિકૃત રીતે તેના પર ECB  સાથે કોઇ વાત કરી નથી.

નોંધનીય છે કે, ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઈનલ 18 જૂનના રોજ સાઉથમ્પટનમાં રમાશે. જ્યારે ઈંગ્લેન્ડ વિરુદ્ધ શ્રેણી ચાર ઓગસ્ટથી નોર્ટિંઘમમાં શરૂ થશે.