Site icon Revoi.in

સંપૂર્ણ રદ્દ નથી થઇ IPL 2021, જાણો ક્યારે રમાશે બાકીની મેચ

Social Share

નવી દિલ્હી: કોરોના વાયરસની મહામારીને કારણે આઇપીએલની 14મી સીઝન સ્થગિત કરવાની નોબત આવી છે. અનેક ટીમોના ખેલાડીઓ કોરોના સંક્રમિત થતા અંતે BCCIએ IPL 2021ને સસપેન્ડ કરવાનો નિર્ણય લીધો છે. IPL સસપેન્ડ થતા ક્રિકેટ રસિયાઓમાં નિરાશા વ્યાપી ગઇ છે. 9મી એપ્રિલથી શરૂ થયેલી સીઝનમાં અત્યારસુધી 29 મેચ રમાઇ હતી. ટૂર્નામેન્ટની 31 મેચ હજુ બાકી છે. આ બાકીની મેચ અંગે BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ સ્પષ્ટતા કરી છે.

BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ સ્પષ્ટતા કરી છે કે, IPLને રદ્દ નથી કરવામાં આવી, માત્ર ટાળવામાં આવી છે. હું એક વાત સ્પષ્ટ કરવા માંગું છું કે, આઇપીએલને રદ્દ નથી કરવામાં આવી. આઇપીએલ-14ની બાકીની મેચ રમાશે. યોગ્ય સમયે. જ્યારે કોરોના સંક્રમણની સ્થિતિમાં સુધારો આવશે, ત્યારે આ અંગે નિર્ણય લેવામાં આવશે.

તેમણે ઉમેર્યું હતું કે, સસ્પેન્શનનું સૂચન કરતો રિપોર્ટ માત્ર 5 દિવસ કે એક સપ્તાહ માટેનો છે એ વાત પણ સાચી નથી. 5 દિવસ કે 1 સપ્તાહ બાદ ટુર્નામેન્ટ ફરી શરૂ થશે તેવી અટકળો થઈ રહી છે તે પણ સંભવ નથી.

(સંકેત)