Site icon Revoi.in

અફઘાનિસ્તાનાં IPLના ટેલિકાસ્ટ પર તાલિબાનની રોક, જાણો શું છે કારણ

Social Share

નવી દિલ્હી: યુએઇમાં રવિવારથી IPL 2021નો બીજો તબક્કો શરૂ થઇ ચૂક્યો છે. અગાઉ ટી-20 લીગને કોરોના મહામારીને કારણે સ્થગિત કરવામાં આવી હતી ત્યારે ચાહકોમાં નિરાશા વ્યાપી ગઇ હતી જો કે હવે ફરીથી તેને શરૂ કરાતા ચાહકોમાં અલગ જ રોમાંચ જોવા મળી રહ્યો છે. જો કે અફઘાનિસ્તાનીઓને તેમના સુપરસ્ટાર્ટની રમત જોવાની તક સાંપડશે નહીં.

IPL લીગના પ્રથમ તબક્કાથી અત્યારસુધી અફઘાનિસ્તાનમાં ખૂબ જ હલચલ જોવા મળી છે. અમેરિકી સેનાની વાપસી બાદ ત્યાં તાલિબાનીઓએ કબ્જો જમાવ્યો છે અને હવે ત્યાં તેઓએ બનાવેલા કાયદા અને નિયમો લાગુ છે. તાલિબાનીઓએ એવું નક્કી કર્યું છે કે, અફઘાનિસ્તાનમાં IPLનું પ્રસારણ નહીં થાય.

આ પાછળનું કારણ એ છે કે, તાલિબાન એવું માને છે કે, આઇપીએલમાં બિન-ઇલ્સામિક વસ્તુઓ છે, જેને કારણે તેઓએ આ નિર્ણય લીધો છે. મેચ દરમિયાન ચીયર લીડર્સ સિવાય તે સ્ટેડિયમમાં માથું ઢાંક્યા વગર મહિલાઓની ગેરહાજરીને બિન-ઇસ્લામિક માને છે અને અફઘાનિસ્તાનને કોઇ ખોટો સંદેશ મોકલવા માંગતો નથી.

અફઘાનિસ્તાન (Afghanistan)ના વરિષ્ઠ પત્રકારે આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે લખ્યું કે, અફઘાનિસ્તાનના રાષ્ટ્રીય ટીવી અને રેડિયો પર આઈપીએલ મેચોનું કોઈ પ્રસારણ થશે નહીં.

આઈપીએલ (Indian Premier League)માં અફઘાનિસ્તાન (Afghanistan)ના ખેલાડીઓ પણ ભાગ લે છે, જેમાં રાશિદ ખાન અને મોહમ્મદ નબી જેવા સ્ટાર્સનો સમાવેશ થાય છે. તાલિબાનના કબજા સમયે બંને દેશની બહાર હતા. હાલમાં બંને ખેલાડીઓ યુએઈમાં છે.