Site icon Revoi.in

સિદ્વિ: ઇશાંત શર્મા ટેસ્ટમાં 300 વિકેટ લેનાર ત્રીજો ભારતીય ફાસ્ટ બોલર બન્યો

Social Share

ચેન્નાઇ: ભારતીય ટીમના ફાસ્ટ બોલર ઇશાંત શર્માએ એક સિદ્વિ નોંધાવી છે. ઇશાંત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાં 300 વિકેટ પૂરી કરી લીધી છે. તે આ સિદ્વિ મેળવનાર ત્રીજો ભારતીય ફાસ્ટ બોલર છે. તેણે સોમવારે ઇંગ્લેન્ડ સામે ચાલી રહેલી ચાર ટેસ્ટ મેચોની શ્રેણીમાં પ્રથમ મુકાબલાના ચોથા દિવસે ઇશાંતે ડેનિયલ લોરેન્સને આઉટ કરી આ સિદ્વિ મેળવી હતી. તેની પહેલા ફાસ્ટ બોલરોમાં ભારત તરફથી કપિલ દેવ અને ઝાહીર ખાને આ સિદ્વિ હાંસલ કરી છે.

32 વર્ષીય ઇશાંત શર્મા લાંબા સ્પેલ ફેંકવા માટે જાણીતો છે. પોતાની 98મી ટેસ્ટ મેચ રમી રહેલા ઇશાંતે શાનદાર પ્રદર્શન કર્યું છે. કપિલના નામે 131 મેચમાં 434 વિકેટ નોંધાયેલી છે, જ્યારે ઝાહીર ખાને 92 મેચમાં 311 વિકેટ પોતાના નામે કરી છે.

ભારત તરફથી સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર

બોલર          વિકેટ

અનિલ કુંબલે    619

કપિલ દેવ      434

હરભજન સિંહ   417

રવિચંદ્રન અશ્વિન 382

ઝાહિર ખાન     311

ઇશાંતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન

ઇશાંતના સર્વશ્રેષ્ઠ પ્રદર્શન પર નજર કરીએ તો ઇંગ્લેન્ડ વિરુદ્વ લોર્ડ્સમાં તેણે ઇનિંગમાં 74 રન આપીને 7 વિકેટ ઝડપી હતી. દિલ્હીના આ ફાસ્ટ બોલરે વર્ષ 2007માં તેની ટેસ્ટ કારકિર્દીની શરૂઆત કરી હતી.

(સંકેત)