Site icon Revoi.in

જસપ્રીત બુમરાહની સિદ્વિ, સૌથી ઝડપી 100 વિકેટનો બનાવ્યો રેકોર્ડ

Social Share

નવી દિલ્હી: ભારતના ઝડપી અને પ્રતિભાશાળી બોલર જસપ્રીત બુમરાહે ઇંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટમાં તરખાટ મચાવ્યો છે. આ ટેસ્ટમાં તેણે પોતાની 100 વિકેટ પૂરી કરી હતી. જસપ્રીત બુમરાહે 24મી ટેસ્ટમાં આ સફળતા હાંસલ કરી છે.

આ સાથે તે 100 ટેસ્ટ વિકેટ લેનાર ભારતનો સૌથી ઝડપી બોલર બન્યો છે. તેણે કપિલ દેવને પણ પાછળ છોડી દીધો જેણે 25 ટેસ્ટમાં 100 વિકેટ લીધી હતી. આ રીતે, તે એકંદરે સૌથી ઝડપી 100 ટેસ્ટ લેનાર આઠમાં ભારતીય બોલર છે. રવિચંદ્રન અશ્વિન સૌથી આગળ છે, જેણે 18 ટેસ્ટમાં 100 વિકેટ લીધી હતી.

ભારત માટે સૌથી ઝડપી 100 વિકેટ લેનાર બોલરોની યાદી

બોલરો          ટેસ્ટ

ઇરાપલ્લી પ્રસન્ન  20 ટેસ્ટ

અનિલ કુંબલે     21 ટેસ્ટ

ભાગવત ચંદ્રશેખર 22 ટેસ્ટ

સુભાષ ગુપ્તે       22 ટેસ્ટ

પ્રજ્ઞાન ઓઝા      22 ટેસ્ટ

વિનુ માંકડ         23 ટેસ્ટ

રવિન્દ્ર જાડેજા      24 ટેસ્ટ

જસપ્રિત બુમરાહે વર્ષ 2018 માં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી તેણે અદભૂત પ્રગતિ કરી છે. હવે તે ટેસ્ટમાં ભારતનો નંબર વન ફાસ્ટ બોલર (Fast bowler) છે. તેણે ટેસ્ટ ક્રિકેટમાં હેટ્રિક પણ લીધી છે.

અહીંયા રસપ્રદ વાત એ છે કે, બુમરાહે ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઇન્ડિઝ, ન્યૂઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકામાં પોતાની 100માંથી 96 ટેસ્ટ વિકેટ લીધી છે. તેમાં ઓસ્ટ્રેલિયામાં 32, ઇંગ્લેન્ડમાં 32, દક્ષિણ આફ્રિકામાં 14, વેસ્ટ ઇન્ડિઝમાં 13 અને ન્યૂઝીલેન્ડમાં 6 વિકેટ સામેલ છે.

ભારતમાં રમાયેલી ટેસ્ટ મેચમાં તેના નામે ચાર વિકેટ છે. 27 વર્ષના બુમરાહે જાન્યુઆરી 2018 માં દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. પછી તેણે બોલ્ડ દ્વારા જ પોતાની પ્રથમ વિકેટ લીધી. તેણે એબી ડી વિલિયર્સને બોલ્ડ કર્યો હતો.