Site icon Revoi.in

કોહલી બાદ હવે ટેસ્ટનું સુકાન કોણ સંભાળશે? આ છે તે માટેના પ્રબળ દાવેદારો

Social Share

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન એવા વિરાટ કોહલીનો સમય માત્ર ચાર મહિનામાં એ રીતે પલટાઇ ગયો કે એક સમયે ક્રિકેટના ત્રણેય ફોર્મેટનું સુકાન સંભાળનાર એવા વિરાટ કોહલી પાસે હવે કોઇ કેપ્ટનશિપ નથી. તે માત્ર એક સામાન્ય ખેલાડી જ છે. એક સફળ કેપ્ટન રિટાયર્ડ હર્ટ થયો એવું કહેવું કંઇ અતિશયોક્તિ નહીં કહેવાય.

કોહલીએ ટી 20 ટીમની કેપ્ટન્સી છોડવાની જાહેરાત કરી હતી ત્યારે તેનું કારણ ટેસ્ટ અને 2023 વર્લ્ડ કપ નહીં પરંતુ વનડે ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરવું હતું. આ ટ્વીટને કાલે ચાર મહિના પૂર્ણ થશે અને હવે કોહલીનું નામ પૂર્વ કેપ્ટનની યાદીમાં આવી જશે.

તેણે પોતાની કેપ્ટનશિપ છોડવાના નિર્ણય પહેલા BCCIના માત્ર એટલું જ કહ્યું હતું કે, તે હવે થાકી ચૂક્યા છે. રાહુલ દ્રવિડ હવે ભવિસ્યનું પ્લાનિંગ કરી રહ્યા છે. ટીમ કેપ્ટન વિરાટ કોહલી હવે આગળ નીકળી ચૂક્યા છે અને હવે ફોક્સ બેટર કોહલી પર રહેશે.

હવે જ્યારે કોહલીએ ટેસ્ટના કેપ્ટનપદેથી રાજીનામું આપ્યું છે ત્યારે ભારતની ટેસ્ટ ક્રિકેટ ટીમનું સુકાન કોણ સંભાળશે તે એક મોટા પ્રશ્ન છે. આમ તો નેકસ્ટ કેપ્ટન તરીકેના પ્રબળ દાવેદારમાં રોહિત શર્મા પ્રથમ પસંદગી બની શકે છે. રોહિતને વનડે તેમજ ટી-20 એમ બંનેના કેપ્ટન બનાવવામાં આવ્યા છે. એવામાં BCCI એક કેપ્ટનની રણનીતિને આગળ વધારવા માટે રોહિતને નેકસ્ટ ટેસ્ટ કેપ્ટન તરીકે નિયુક્ત કરી શકે છે.

રોહિત શર્મા ઉપરાંત કે એલ રાહુલ પણ પ્રબળ દાવેદાર છે. કે એલ રાહુલ IPLમાં સૂકાનીપદ સંભાળી ચૂક્યા છે અને સાથે જ આગામી સાઉથ આફ્રિકા સામેની વન-ડે શ્રેણીમાં પણ તે કેપ્ટનપદે જોવા મળશે. વન ડે સીરિઝમાં તેમની કેપ્ટનશિપ જોઇને BCCIના અમુલ લોકો નિર્ણય કરી શકે છે. તે ઉપરાંત અશ્વિનના નામની પણ ચર્ચા ચાલી રહી છે.