- શ્રીલંકાનો ફાસ્ટ બોલર લસિથ મલિંગા ટી-20 ક્રિકેટમાં જોવા મળી શકે છે
- શ્રીલંકાની ક્રિકેટની ટીમ પસંદગી સમિતિના ચેરમેન પ્રમોદ વિક્રમાસિંઘે આપ્યા સંકેત
- ખુદ લસિથ મલિંગા પણ ટી-20 ફોર્મેટમાં કમબેક કરવા માટે આતુર છે
શ્રીલંકાનો ફાસ્ટ બોલર લસિથ મલિંગા ફરી એક વાર ક્રિકેટમાં કમબેક કરે તેવી શક્યતાઓ દેખાઇ રહી છે. તે હવે આગામી T20 વિશ્વકપ માટે શ્રીલંકાની ટીમમાં સામેલ થાય તેવી સંભાવના છે. શ્રીલંકા ક્રિકેટની પસંદગી સમિતિના ચેરમેન પ્રમોદ વિક્રમાસિંઘે કહ્યું હતું કે, આગામી ટી20 કાર્યક્રમની યોજનાઓને લઇને આ વર્ષે રમાનારા વિશ્વકપને લઇને શ્રીલંકાના દિગ્ગજ સાથે તે વાતચીત કરશે.
લસિથ મલિંગા આગામી ટી 20 વિશ્વકપને લઇને યોજનાઓમાં સામેલ છે. તેઓ જલ્દીથી મલિંગા સાથે વાતચીત કરશે તેવું તેમણે જણાવ્યું હતું. તેમણે મલિંગાની સિદ્વિ વિશે વાત કરતા કહ્યું હતું કે, શ્રીલંકાના મહાન ખેલાડીઓમાંથી તે એક છે તમજ હાલમાં ઉપલબ્ધ વિકલ્પોમાં તે સૌથી સારો છે. તેનો રેકોર્ડ પણ એ જ વાત સાબિત કરે છે. આગામી સમયમાં એક સાથે બે ટી20 વિશ્વકપ આવશે ત્યારે અમે મલિંગા સાથે વાતચીત કરીશું.
ક્રિકેટમાં ખુદની વાપસીને લઇને લસિથ મલિંગાએ કહ્યું હતું કે, તે ક્રિકેટમાં દેશનું ફરીથી પ્રતિનિધિત્વ કરવા માટે આતુર છે. તે શ્રીલંકાઇ રંગ પહેરીને દમદાર પ્રદર્શન કરવા ઉત્સુક છે. મે ટેસ્ટ અને વન ડે ક્રિકેટમાંથી સન્યાસ લીધો છે પરંતુ T20માંથી નહીં. મે અનેકવાર લાંબા બ્રેક બાદ ક્રિકેટમાં દમદાર વાપસી કરી છે.
(સંકેત)