Site icon Revoi.in

ટોક્યો ઓલિમ્પિક્સ: વેઇટલિફ્ટિંગમાં મીરાબાઇ બનશે ભારતની આશા

Social Share

નવી દિલ્હી: ભારતની સ્ટાર મીરાબાઇ ચાનૂ ઓલિમ્પિકની મહિલા 49 કિગ્રા સ્પર્ધામાં મજબૂત દાવેદારોમાંથી એક છે. વર્ષ 2016માં તેના નિરાશાજનક પ્રદર્શન બાદ તે આ વર્ષના ઓલિમ્પિકથી દમદાર પરફોર્મન્સ સાથે કમબેક કરવા માંગે છે.

ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાઇ થનાર એકમાત્ર વેઇટલિફ્ટર મીરાબાઇ રિયો ઓલિમ્પિક દરમિયાન ક્લીન તેમજ જર્કના ત્રણ રાઉન્ડમાં નિષ્ફળતા મળી હતી. જેને કારણે 48 કિગ્રામાં તેનું કુલ વજન નોંધાયું ન હતું.

પાંચ વર્ષ પહેલાના પોતાના નિરાશાજનક પ્રદર્શન બાદ તેણે જબરદસ્ત કમબેક કર્યું અને વર્ષ 2017 વિશ્વ ચેમ્પિયનશિપ તેમજ એક વર્ષ બાદ રાષ્ટ્રીય રમતોત્સવમાં સ્વર્ણ પદક જીતીને ટીકાકારોની બોલતી બંધ કરી દીધી હતી.

રિયો ઓલિમ્પિક બાદ તેણે પોતાના પરફોર્મન્સમાં સતત સુધારો કર્યો છે. તેણે પોતાની રમતમાં પણ સતત સુધારો કર્યો છે અને બાદમાં અનેક પ્રતિયોગિતાઓમાં પદકની દાવેદાર બની હતી.

મીરાબાઇના નામે હવે મહિલા 49 કિલો વર્ગમાં ક્લીન તેમજ જર્કમાં વિશ્વ રેકોર્ડ પણ છે. તેણે ટોક્યો ઓલિમ્પિક પહેલા પોતાની અંતિમ ટૂર્નામેન્ટમાં એશિયન ચેમ્પિયનશિપમાં 119 કિગ્રાનું વજન ઉઠાવ્યું અને આ વર્ગમાં સ્વર્ણ અને ઑવરઑલ વજનમાં કાંસ્ય પદક હાંસલ કર્યું હતું.

મીરાબાઇ હવે જ્યારે 24 જુલાઇના રોજ વેઇટલિફ્ટિંગ સ્પર્ધામાં ઉતરશે ત્યારે તેનો આત્મવિશ્વાસ જોવા મળશે.