- ICCએ ટી 20 પ્લેય ઑફ ધ યર માટે નોમિનેશન યાદી જાહેર કરી
- આ વર્ષે 4 ખેલાડીઓને નોમિનેટ કરાયા
- ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન, શ્રીલંકાના ખેલાડી સામેલ
નવી દિલ્હી: ICCએ T20 પ્લેયર ઑફ ધ યર એવોર્ડ માટે ચાર ખેલાડીઓને નોમિનેટ કર્યા છે. જો કે નવાઇની વાત એ છે કે, આ વખતે ભારતના એકપણ ખેલાડીને સ્થાન નથી મળ્યું. ICCએ જે ખેલાડીઓને નોમિનેટ કર્યા છે તેમાં ઇંગ્લેન્ડના સ્ટાર બેટ્સમેન જોસ બટલર, ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર મિચેલ માર્શ, પાક. વિકેટકીપર મોહમ્મદ રિઝવા અને શ્રીલંકાના સ્પીનર વાનિંદુ હસરંગા સામેલ છે.
આ જે ચાર પ્લેયર્સને નોમિનેટ કરવામાં આવ્યા છે તેમાં હસરંગા 36 વિકેટ સાથે સૌથી વધુ વિકેટ લેનારા બોલરની યાદીમાં ટોચ પર છે.
ICC T20 વર્લ્ડ કપ 2021 દરમિયાન મોહમ્મદ રિઝવાને પાકિસ્તાનને સેમિફાઇનલ સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેણે આ વર્ષની શરૂઆતમાં લાહોરમાં દક્ષિણ આફ્રિકા સામે તેની કારકિર્દીની પ્રથમ ટી20 સદી પણ ફટકારી હતી અને વર્ષ 2021ની છેલ્લી T 20માં કરાચીમાં વેસ્ટ ઇન્ડિઝ સામે શાનદાર 87 રન બનાવ્યા હતા.
ઓસ્ટ્રેલિયા માટે T 20 વર્લ્ડ કપના મિશેલ માર્શને 27 મેચમાં 36.88ની એવરેજથી 627 રન બનાવ્યા બાદ આ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યો છે. આ સિવાય તેણે 18.37ના સ્ટ્રાઇક રેટથી આઠ વિકેટ લીધી હતી.
બટલરે આ વર્ષે 14 મેચમાં એક સદી સાથે 65.44ની સરેરાશથી 589 રન બનાવ્યા છે. ભારત, શ્રીલંકા અને પાકિસ્તાન સામે તેનું શાનદાર ફોર્મ ચાલુ રહ્યું અને તે T20 વર્લ્ડ કપમાં 269 રન સાથે ઈંગ્લેન્ડનો સૌથી વધુ રન કર્યા હતા.
UAEમાં આયોજિત T20 વર્લ્ડ કપમાં માર્શે છ મેચમાં 61.66ની એવરેજ અને 146.82ની સ્ટ્રાઈક રેટથી 185 રન બનાવ્યા હતા. તેણીએ ન્યુઝીલેન્ડ સામેની ફાઇનલમાં છ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 50 બોલમાં 77 રનની ઇનિંગ રમી હતી.