Site icon Revoi.in

મેરી કોમે સન્યાસની અટકળો પર પૂર્ણ વિરામ મૂક્યું, કહ્યું – 40 વર્ષ સુધી રમવા સક્ષમ છું

Social Share

નવી દિલ્હી: ભારતના દિગ્ગજ મુક્કેબાજ એમસી મેરીકોમ ટોક્યો ઓલિમ્પિક 2020માં હાર બાદ દેશમાં પરત ફર્યા છે. મેરીને કોલંબિયાના ઇનગ્રિટ વેલેંસિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. બાદમાં તેનું બીજુ ઓલિમ્પિક મેડલ જીતવાનું સ્વપ્ન તૂટી ગયું. આ બાદ તેની નિવૃત્તિની અટકળો શરૂ થઇ હતી.

જો કે હવે ભારતીય દિગ્ગજે પોતાની નિવૃત્તિની અટકળો પર પૂર્ણવિરામ મૂકતા કહ્યું છે કે, તે હજુ રિંગથી દૂર જવાના નથી અને ઓછામાં ઓછા 40 વર્ષ સુધી બોક્સિંગમાં ભાગ લેવાની ક્ષમતા રાખે છે. મેરી કોમ સામે મોટી ઇવેન્ટ તરીકે આ વર્ષાન્તે થનારી આઇબી ચેમ્પિયનશિપ છે. જેનું આયોજન ઑક્ટોબરમાં થવાનું છે.

38 વર્ષીય ભારતીય મેરી કોમ ટોક્યોમાં અભિયાન પૂર્ણ થયા બાદ 31 જુલાઇએ પરત ફર્યા છે. 6 વાર વિશ્વ ચેમ્પિયન મેરી કોમને 51 કિલોગ્રામ વર્ગમાં કોલંબિયાઇ બોક્સરે મુકાબલામાં 3-2થી હરાવ્યા. દેશ પરત ફરતા તેમણે આગામી પોતાની યોજના સ્પષ્ટ કરી દીધી છે. મેરીએ સન્યાસની અટકળો પર પૂર્ણ વિરામ મૂકી દીધુ છે.

નોંધનીય છે કે, મેરી કોમ અંતિમ 16 મેચમાં મળેલી હાર પર નિરાશા છૂપાવી ના શક્યા. એક વાર ફરી બેઇમાની અને પરિણામમાં હેરાફેરીનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે, આમાં હેર-ફેર અને બેઇમાની થઇ છે. મે પહેલા બે રાઉન્ડ જીત્યા હતા તો પછી મેચ કેવી રીતે હારી શકું.