- ભારતના ફાસ્ટ બોલર અશોક ડિંડાએ ક્રિકેટમાંથી લીધી નિવૃત્તિ
- તેણે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની કરી જાહેરાત
- વન-ડેમાં ડિંડાના નામે 12 જ્યારે ટી-20માં 17 વિકેટ નોંધાયેલી છે
નવી દિલ્હી: ભારતના ફાસ્ટ બોલર અશોક ડિંડાએ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તેણે ક્રિકેટના બધા ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ડિંડાની ક્રિકેટ કારકિર્દી પર નજર કરીએ તો તેણે 13 વન-ડે અને 9 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યા છે. વન-ડેમાં ડિંડાના નામે 12 જ્યારે ટી-20માં 17 વિકેટ નોંધાયેલી છે.
પ્રાપ્ત અહેવાલ અનુસાર, ડિંડાએ નિવૃત્તિ અંગે જાહેરાત કરતા કહ્યું હતું કે, હું ક્રિકેટના બધા ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરું છું, મે બીસીસીઆઇ તેમજ જીસીએને ઇ-મેલ મોકલી દીધો છે. ભારત માટે રમવું એ મારું સ્વપ્ન હતું. હું બંગાળ તરફથી રમ્યો તેમજ મને ભારતનું પ્રતિનિધિત્વ કરવાની પણ તક સાંપડી. હું BCCIનો આભાર વ્યક્ત કરું છે જેણે મને ભારત માટે રમવાની તક આપી.
ડિડાએ ઈન્ડિયન પ્રીમિયમ લીગ (આઈપીએલ)માં દિલ્હી ડેરડેવિલ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, પુને વોરિયર્સ, રાઈઝિંગ પુને સુપરજાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરનું પ્રતિનિધિત્વ કર્યું. આ ફાસ્ટ બોલરે 78 આઈપીએલ મેચોમાં 22.20ના સ્ટ્રાઈક રેટથી 68 વિકેટ ઝડપી છે.
વર્ષ 2010માં ઝિમ્બાબ્વે સામે વન-ડે ઈન્ટરનેશનલમાં ડેબ્યુ કરનારા મીડિયમ પેસર ડિંડાએ 116 ફર્સ્ટ ક્લાસ મેચોમાં કુલ 420 વિકેટ ઝડપી. આ દરમિયાન તેણે 26 વખત 5 વિકેટ હોલ પોતાના નામે કર્યા. ડિંડાએ વર્ષ 2009માં શ્રીલંકા સામે ટી-20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં એન્ટ્રી કરી હતી.
(સંકેત)