Site icon Revoi.in

હોકીમાં ભારતીય વિરાંગનાઓ લડીને હારી, PM મોદીએ આ રીતે વધાર્યો જુસ્સો

Social Share

નવી દિલ્હી: ભારતીય મહિલા હૉકી ટીમનુ ઓલિમ્પિકમાં પદક જીતવાનુ સપનુ તૂટી ગયુ છે. ભારતને બ્રિટેને 4-3થી મ્હાત આપી છે. બ્રોન્ઝ મેડલ મેચમાં ભારતીય મહિલા વિરાંગનાઓની હાર બાદ પીએમ મોદીએ ટ્વિટ મારફતે ટીમનો જુસ્સો વધાર્યો હતો. પીએમ મોદીએ ટ્વીટ કર્યું હતું કે, અમે એક મેડલ ચૂકી ગયા, પરંતુ ભારતીય મહિલા ટીમ નવા ભારતની ભાવનાને દર્શાવે છે.

પીએમ મોદીએ ટીમના પ્રદર્શનની સરાહના કરી હતી અને કહ્યું કે, અમે ટોક્યો ઓલિમ્પિકમાં અમારી મહિલા હોકી ટીમના શાનદાર પ્રદર્શનને હંમેશા યાદ રાખીશું. તેણે પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું. ટીમના દરેક સભ્યએ, હિંમત, કુશળતા, સ્થિતિસ્થાપકતાનું પ્રદર્શન કર્યું. ભારતને આ ટીમ પર ગર્વ છે.

અન્ય એક ટ્વિટમાં પીએમ મોદીએ કહ્યું કે, ‘અમે મહિલા હોકીમાં મેડલ ગુમાવી ચૂક્યા છીએ, પરંતુ આ ટીમ ન્યૂ ઇન્ડિયાની ભાવનાને દર્શાવે છે, જ્યાં અમે અમારું શ્રેષ્ઠ પ્રદર્શન કરીએ છીએ અને નવા મોરચા બનાવીએ છીએ. વધુ મહત્ત્વની વાત એ છે કે ઓલિમ્પિકમાં ટીમની સફળતા ભારતની યુવાન દીકરીઓને હોકીની રમતમાં ભાગ લેવા અને તેમાં શ્રેષ્ઠતા મેળવવા પ્રેરણા આપશે. આ ટીમ પર ગર્વ છે.

મહત્વનું છે કે, બ્રિટન સામેની મેચમાં બે ગોલથી પાછા ફર્યા બાદ ભારતીય મહિલા હોકી ટીમે 3-2ની લીડ મેળવી હતી. જો કે, બ્રિટને બીજા હાફમાં બે ગોલ ફટાકારીને અને ભારતની આશાઓને ડગાવી દીધી હતી અને આક્રમક રમત દર્શાવી હતી અને ભારતને મ્હાત આપી હતી.