- રાફેલ નડાલે ઇટાલિયન ઓપન જીત્યું
- રાફેલ નડાલે ફાઇનલ મેચમાં નોવાક જોકોવિચને હરાવ્યો
- સિંગલ્સ મેન્સ ફાઇનલમાં નડાલે 7-5, 1-6 અને 6-3થી જોકોવિચને હરાવ્યો
નવી દિલ્હી: રાફેલ નડાલ ફરી ઇટાલિયન ઓપનનો વિજેતા બન્યો છે. ઇટાલિયન ઓપનની ફાઇનલ મેચ વિશ્વના નંબર વન ટેનિસ પ્લેયર નોવાક જોકોવિચ અને સ્પેનના રાફેલ નડાલ વચ્ચે રમાઇ હતી. ઇટાલિયન ઓપનની ફાઇનલ મેચ શાનદાર રહી હતી. બંને પ્લેયર્સ વચ્ચે કાંટે કી ટક્કર બાદ નિર્ણાયક સેટમાં નડાલે બાજી મારી લીધી હતી. સિંગલ્સ મેન્સ ફાઇનલમાં નડાલે 7-5, 1-6 અને 6-3થી જોકોવિચને હરાવી દીધો હતો.
બંને વચ્ચે રમાઇ શાનદાર મેચ
નડાલે પ્રથમ સેટ 7-5થી પોતાના નામે કર્યો હતો. તેના બાદ બીજા સેટમાં જોકોવિચ 6-1થી નડાલ પર હાવી રહ્યો હતો. આમ નડાલ બીજા સેટ દરમિયાન મુશ્કેલ દેખાયો હતો. જો કે નડાલે અંતિમ અને નિર્ણાયક સેટમાં જોરદાર વાપસી કરી હતી. અંતે જોકોવિચને હરાવીને ઇટાલિયન ઓપન ટાઇટલ તેના નામે કર્યું હતું.
મહિલા સિંગલ્સમાં ફ્રેન્ચ ઓપનની વર્તમાન ચેમ્પિયન ઇગા સ્વિયાટેક એ ઇટાલિયન ઓપનના એક તરફ મુકાબલામાં કેરોલિના પ્લિસકોવાને હરાવી દીધી હતી. પોલેન્ડની 19 વર્ષીય આ ખેલાડી વર્ષ 2019માંની ચેમ્પિયન પ્લિસકોવાને લગભગ 46 મિનિટમાં જ 6-0, 6-0 થી હરાવીને ફ્રેન્ચ ઓપનની તૈયારીનો સંકેત આપ્યો હતો.
સ્વિયાટેકની રમત એટલી પ્રભાવશાળી રહી હતી કે, તેણે મેચ દરમ્યાન ફક્ત 13 પોઇન્ટ ગુમાવ્યા હતા. મેચ બાદ તેણે કહ્યુ હતું કે, સ્વાભાવિક છે કે આજનો દિવસ મારા માટે સારો નહોતો. ઇગાએ શાનદાર રમત રમી હતી.