નવી દિલ્હી: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણી ચાલી રહી છે અને બીજી ટેસ્ટ મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. આ વચ્ચે ટીમ ઇન્ડિયાને મોટો આંચકો લાગ્યો છે.
ઇશાંત શર્મા, રવિન્દ્ર જાડેજા અને અજિંક્ય રહાણે ઇજાગ્રસ્ત થયા હોવાથી તેઓ મુંબઇ ટેસ્ટમાંથી બહાર થઇ ગયા છે. તેઓ પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર થઇ ગયા છે. BCCI સચિવ જય શાહે આ જાણકારી આપી છે.
હકીકતમાં, કાનપુર ટેસ્ટના 5માં દિવસ દરમિયાન ભારતના ફાસ્ટ બોલર ઇશાંત શર્માના ડાબા હાથની નાની આંગળી ખસકી ગઇ હતી જેની દેખરેખ મેડિકલ ટીમ કરી રહી છે. બીજી તરફ રવિન્દ્ર જાડેજાને પ્રથમ ટેસ્ટ દરમિયાન જમણા હાથમાં ઇજા પહોંચી હતી. તેમને સોજો જોવા મળ્યો છે અને તેને આરામ કરવાનું સૂચન કરાયુ છે. જ્યારે અજિંક્ય રહાણે જમણા હૈમ્સ્ટ્રિંગની ઇજાથી પરેશાન છે.
બીજી તરફ હવે રિપ્લેસમેન્ટની વાત કરવામાં આવે તો ઇજાગ્રસ્ત ઇશાંત શર્માની જગ્યાએ મોહમંદ સિરાઝને ટીમમાં સામેલ કરાય તેવી સંભાવના છે. અજિંક્ય રહાણેના સ્થાને સૂર્યકુમાર યાદવ તેમજ રવિન્દ્ર જાડેજાને બદલે પ્રસિદ્વ કૃષ્ણાને તક અપાય તેવી શક્યતા જોવામાં આવી રહી છે.
ભારતની સંભવિત પ્લેઇંગ 11
વિરાટ કોહલી (કેપ્ટન), મયંક અગ્રવાલ, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, શ્રેયર અય્યર, ઋદ્ધિમાન સાહા (વિકેટકિપર), અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, પ્રસિદ્ધ કૃષ્ણા, મોહંમદ સિરાઝ, ઉમેશ યાદવ.
ન્યૂઝિલેંડની સંભવિત પ્લેઇંગ XI
ટોમ લાથમ, વિલ યંગ, કેન વિલિયમસન (કેપ્ટન), રોસ ટેલર, હેનરી નિકોલર, ટોમ બ્લંડેલ (વિકેટકીપર), કાઇલ જેમીસન, રચિન રવીન્દ્ર, એઝાઝ પટેલ, ટિમ સાઉદી, વિલિયમ સોમરવિલે