Site icon Revoi.in

ICC ટેસ્ટ રેન્કિંગ: રવિન્દ્ર જાડેજા બીજા ક્રમાંકે પહોંચ્યો, બોલર રેન્કિંગમાં આર. અશ્વિન બીજા સ્થાને

Social Share

નવી દિલ્હી: ICCએ ટેસ્ટ રેન્કિંગ જાહેર કર્યું છે. ICC ટેસ્ટ રેન્કિંગમાં આ વખતે ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને ફાયદો થયો છે. તે લિસ્ટમાં બીજા ક્રમાંકે પહોંચી ગયો છે. તેણે બેન સ્ટોક્સને પાછળ છોડતા બીજુ સ્થાન હાસિલ કર્યું છે. જાડેજાના 386 પોઇન્ટ છે  બેન સ્ટોક્સ 385 પોઇન્ટ સાથે ત્રીજા ક્રમાંકે છે. આ યાદીમાં પ્રથમ સ્થાને વેસ્ટ ઇન્ડિઝના જેસન હોલ્ડર છે. ICC ટેસ્ટ ઑલરાઉન્ડર રેન્કિંગમાં ચોથા સ્થાને ભારતનો આર અશ્વિન યથાવત્ છે.

બોલરોના રેન્કિંગમાં ન્યૂઝીલેન્ડના ટીમ સાઉદીને ફાયદો થતા તે ત્રીજા ક્રમાંકે પહોંચી ગયો છે. પહેલા તે છઠ્ઠા સ્થાને હતો. સાઉદીના 838 પોઇન્ટ છે. આ લિસ્ટમાં ભારતનો ઑફ સ્પિનર અશ્વિન બીજા સ્થાને છે. તેના 850 પોઇન્ટ છે. આ સિવાય ટોપ-10માં અન્ય કોઇ ભારતીય બોલર સામેલ નથી.

ICCના બોલરોના ટેસ્ટ રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયાનો પેટ કમિન્સ ટોપ પર છે. તેના 908 પોઇન્ટ છે. નીલ વેગનર આ યાદીમાં ચોથા સ્થાને છે. તો પાંચમાં સ્થાને જોશ હેઝલવૂડ છે. ઇંગ્લેન્ડનો ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસન છઠ્ઠા સ્થાને છે.