- ટી-20 વર્લ્ડકપ માટેની ભારતીય ટીમમાં ફેરબદલ
- હવે શાનદાર ફોર્મમાં ચાલી રહેલા શાર્દુલ ઠાકુરને 15 સદસ્યોની ટીમમાં મળ્યું સ્થાન
- શાર્દુલ ઠાકુરને અક્ષર પટેલના સ્થાને રિપ્લેસ કરાયો
નવી દિલ્હી: T-20 વર્લ્ડકપને લઇને ક્રિક્ટ ફેન્સમાં રોમાંચ જોવા મળી રહ્યો છે અને હવે ટૂર્નામેન્ટ શરૂ થવાને આડે માત્ર ચાર દિવસ જ બાકી રહ્યા છે. નાના ફોર્મેટની આ મોટી ટૂર્નામેન્ટ આ વખતે યૂએઇ અને ઓમાનમાં રમાશે. જો કે આ માટે કોઇપણ ટીમ પોતાની ટીમમાં શુક્રવાર સુધી ફેરબદલ કરી શકે છે.
વર્ષ 2021માં આઇપીએલના બીજા તબક્કા દરમિયાન અનેક ભારતીય ખેલાડીઓના નિરાશાજનક પ્રદર્શન બાદ ટીમમાં ફેરબદલના એંધાણ હતા ત્યારે હવે આ વાત સાચી પડી છે. શાનદાર ફોર્મમાં ચાલી રહેલા શાર્દુલ ઠાકુરને વર્લ્ડકપ માટે 15 સદસ્યોની ટીમમાં સામેલ કરી દેવામાં આવ્યો છે. બીજી તરફ પહેલાથી સામેલ અક્ષય પટેલને હવે રિઝર્વ પ્લેયર્સની યાદીમાં મૂકી દેવામાં આવ્યા છે.
NEWS : Shardul Thakur replaces Axar Patel in #TeamIndia's World Cup squad. #T20WorldCup More Details
— BCCI (@BCCI) October 13, 2021
અક્ષર પટેલના સ્થાને શાર્દુલ ઠાકુરને તક આપવાનું કારણ કોઇ ઇજા નહીં પરંતુ BCCIનો નિર્ણય છે. ઠાકુરને ટીમમાં સામેલ કરવાનું સંભવિત કારણ હાર્દિક પંડ્યાની અનિશ્વિતતા છે, જેણે અત્યારસુધી બોલિંગ કરી નથી.
નોંધનીય છે કે, 17 ઑક્ટોબરથી ટી-20 વર્લ્ડકપ 2021ની શરૂઆત થશે. 24 ઑક્ટોબરે પાકિસ્તાન વિરુદ્વ મેચથી ટીમ ઇન્ડિયાના અભિયાનની શરૂઆત થશે.
ભારતીય ટીમ:
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (WK), ઇશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રાહુલ ચહર, રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર , વરુણ ચક્રવર્તી, જસપ્રિત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી