ભારતનું ગૌરવ: સ્મૃતિ માંધનાને બીજીવાર મળ્યું બહુમાન, વર્ષ 2021ની સર્વશ્રેષ્ઠ મહિલા ક્રિકેટરનો ખિતાબ જીત્યો
- ભારતીય મહિલા ક્રિકેટ ખેલાડી સ્મૃતિ માંધનાને મોટું સન્માન
- વર્ષ 2021ની સર્વશ્રેષ્ઠ મહિલા ક્રિકેટર બની
- ICCએ સર્વશ્રેષ્ઠ વિમેન્સ ક્રિકેટર ઑફ ધ ઇયર તરીકે તેની પસંદગી કરી
નવી દિલ્હી: ભારત માટે ફરી એકવાર ગર્વ જેવા લેવી બાબત છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમના ઓપનર ખેલાડી સ્મૃતિ માંધનાને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ તરફથી બહુમાન મળ્યું છે. ICCએ ભારતીય મહિલા ક્રિકેટ ટીમના ઓપનર ખેલાડી સ્મૃતિ માંધનાની સર્વશ્રેષ્ઠ વિમેન્સ ક્રિકેટર ઑફ ધ ઇયર (વર્ષના મહિલા ક્રિકેટર) તરીકે પસંદગી કરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ICCએ ચાલુ વર્ષના સર્વશ્રેષ્ઠ મહિલા ક્રિકેટર તરીકે સ્મૃતિ માંધનાનું નામ જાહેર કર્યું છે. ICCએ નિવેદન જારી કરીને આ વાતની જાહેરાત કરી હતી. અગાઉ વર્ષ 2018માં પણ સ્મૃતિને સર્વશ્રેષ્ઠ ક્રિકેટરનો ખિતાબ મળ્યો હતો. જો કે પુરુષ શ્રેણીમાં આ વખતે કોઇપણ ભારતીય ખેલાડી સ્થાન મેળવી શક્યો નથી.
A year to remember 🤩
Smriti Mandhana's quality at the top of the order was on full display in 2021 🏏
More on her exploits 👉 https://t.co/QI8Blxf0O5 pic.twitter.com/3jRjuzIxiT
— ICC (@ICC) January 24, 2022
ભારત માટે ગૌરવપૂર્ણ વાત એ છે કે સ્મૃતિને બે વાર બહુમાન મળી ચૂક્યું છે. પહેલા વર્ષ 2018માં સર્વશ્રેષ્ઠ ક્રિકેટરનો ખિતાબ ICC તરફથી મળ્યો હતો અને હવે વર્ષ 2022માં પણ આ જ માટે ખિતાબ હાંસલ કર્યો છે.
ભારતની સ્ફોટક મહિલા બેટ્સમેન સ્મૃતિ માંધનાની ક્રિકેટ કારકિર્દી પર નજર કરીએ તો, કુલ 22 ઇન્ટરનેશનલ મેચમાં 855 રન બનાવ્યાં હતા. તેણે એક સદી અને પાંચ અર્ધ સદી ફટકારી હતી. દક્ષિણ આફ્રિકા સામેની સીમિત ઓવરની મેચમાં ભારતે 8 મેચમાં ફક્ત બેમાં જીત મેળવી હતી.