1. Home
  2. ગુજરાતી
  3. ICCમાં ‘દાદા’નું સ્થાન વધુ મજબૂત થયું, હવે ગાંગલીને મળ્યું આ મોટુ પદ
ICCમાં ‘દાદા’નું સ્થાન વધુ મજબૂત થયું, હવે ગાંગલીને મળ્યું આ મોટુ પદ

ICCમાં ‘દાદા’નું સ્થાન વધુ મજબૂત થયું, હવે ગાંગલીને મળ્યું આ મોટુ પદ

0
Social Share
  • ICCમાં દાદાનો દબદબો યથાવત્
  • હવે ICC પુરુષ ક્રિકેટ કમિટીના ચેરમેન તરીકે નિયુક્ત
  • હવે તેઓ પોતાના પૂર્વ સાથી અનિલ કુંબલેનું સ્થાન લેશે

નવી દિલ્હી; ICCમાં ‘દાદા’ના દબદબો યથાવત્ જોવા મળી રહ્યો છે. હવે BCCI અધ્યક્ષ ગાંગુલીને ICC પુરુષ ક્રિકેટ કમિટીના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે.

બુધવારે ICCએ આ જાણકારી આપી છે. આ અંગે ICCના અધ્યક્ષ ગ્રેગ બાર્કલે કહ્યું કે, મને ICC પુરુષ ક્રિકેટ સમિતિના ચેરમેન પદ તરીકે સૌરવનું સ્વાગત કરવામાં પ્રસન્નતા થઇ રહી છે. ગાંગુલી હવે પોતાના પૂર્વ સાથી અને ભારતીય લેગ સ્પિનર અનિલ કુંબલેનું સ્થાન લેશે.

ગ્રેગ બાર્કલે કહ્યું, દુનિયાના સર્વશ્રેષ્ઠ ખેલાડી તરીકે અને પ્રશાસકના સ્વરૂપે સૌરવના અનુભવથી ભવિષ્યમાં ક્રિકેટના નિર્ણયો લેવામાં મદદ મળશે. હું અનિલ કુંબલેને છેલ્લા 9 વર્ષમાં નેતૃત્વ કરવાની તેની ઉત્કૃષ્ટ ક્ષમતા, નિયમિતપણે અને સતત DRSનો ઉપયોગ કરીને આંતરરાષ્ટ્રીય મેચોમાં સુધારો કરવા અને શંકાસ્પદ બોલિંગ એક્શનનો સામનો કરવા માટે મજબૂત પ્રક્રિયાઓ અપનાવવા બદલ આભાર માનું છું.”

દાદાની ક્રિકેટ કારકિર્દી પણ દમદાર રહી છે. સૌરવ ગાંગુલીએ 113 ટેસ્ટ મેચોમાં 42.17ની એવરેજથી 7212 રન બનાવ્યા છે, જેમાં 16 સદી અને 35 અડધી સદી સામેલ છે. તે જ સમયે, 311 વનડેમાં તેણે 41.02ની એવરેજથી 11363 રન ફટકાર્યા, જેમાં 22 સદી તેમજ 72 અડધી સદી સામેલ છે.

નોંધનીય છે કે, ગાંગુલીની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયા 1983 બાદ 2003માં વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી હતી. ગાંગુલીની કપ્તાની હેઠળ ભારતીય ક્રિકેટ ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી 2001 (શ્રીલંકા) અને 2003 વર્લ્ડ કપ (દક્ષિણ આફ્રિકા)ની ફાઇનલમાં પહોંચી હતી. આ સિવાય ભારતે 2002માં ઈંગ્લેન્ડ સામે નેટ વેસ્ટ સિરીઝ જીતી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code