Site icon Revoi.in

વિરાટ કોહલીએ ટેસ્ટ કેપ્ટનશિપ છોડ્યા બાદ ગાંગુલીએ કરી ટ્વિટ, કહ્યું – આ તેનો અંગત નિર્ણય

Social Share

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ હવે ટેસ્ટનું પણ સુકાન છોડ્યું છે ત્યારે તેને લીધે તેના ચાહકોનું દિલ તૂટી ગયું હતું. ત્રણ મહિના પહેલા ત્રણેય ફોર્મેટનો સૂકાની કોહલી હવે માત્ર બેટ્સમેન તરીકે ટીમ સાથે જોડાશે. કોહલીએ ટેસ્ટનું સૂકાનીપદ છોડ્યું ત્યારે ચાહકો તેમજ અનેક ખેલાડીઓએ તેમને ટેસ્ટનો સર્વશ્રેષ્ઠ કેપ્ટન તરીકે બિરદાવ્યો હતો. આ વચ્ચે હવે, BCCI પ્રમુખ સૌરવ ગાંગુલીએ તેની કેપ્ટનશિપ છોડવાના નિર્ણય પર ટ્વિટ કરી છે.

આપને જણાવી દઇએ કે કોહલીએ ટી 20નું સૂકાનીપદ છોડ્યું ત્યારથી કોહલી અને સૌરવ ગાંગુલી વચ્ચેના સંબંધોમાં કડવાશ જોવા મળી રહી છે. જો કે આ બધા વચ્ચે સૌરવ ગાંગુલીએ સ્પષ્ટતા કરી છે કે, કોહલીના આ નિર્ણયમાં BCCIનો કોઇ હસ્તક્ષેપ નથી.

કોહલીના કેપ્ટનશિપ છોડવા પર સૌરવ ગાંગુલીએ ટ્વિટ કરી કે, કોહલીને સૂકાનીપદ છોડવા મટે કહેવામાં આવ્યું નથી પરંતુ તે તેના નિર્ણયનું સન્માન કરે છે. ગાંગુલીએ તેને બિરદાવતા લખ્યું કે, વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતીય ક્રિકેટે દરેક ફોર્મેટમાં સફળતા પ્રાપ્ત કરી છે. આ તેમનો અંગત નિર્ણય છે અને BCCI આ નિર્ણયનું સન્માન કરે છે. ટીમ ઇન્ડિયાને નવી ઉંચાઇઓ પર લઇ જવા મટે તે ટીમ ઇન્ડિયાનો મહત્વનો હિસ્સો હશે. એક શાનદાર મહાન ખેલાડી છે.

મહત્વનું છે કે, ICC T20 વર્લ્ડ કપ 2021ની નિષ્ફળતા બાદ વિરાટ કોહલીએ T20 ક્રિકેટની કેપ્ટન્સી છોડી દીધી હતી. આ પછી તેને વનડેની કેપ્ટનશીપથી પણ હટાવી દેવામાં આવ્યો હતો. ત્યારે સૌરવ ગાંગુલીએ નિવેદન આપ્યું હતું કે, તેણે કોહલીને T20ની કેપ્ટનશીપ છોડવા માટે કહ્યું હતું.