Site icon Revoi.in

રમત મંત્રાલયનો મોટો નિર્ણય, ડોપિંગનો આરોપ લાગેલા ખેલાડીને પણ રમત પુરસ્કાર અપાશે

Social Share

નવી દિલ્હી: નેશનલ સ્પોર્ટ્સ એવોર્ડ આપતા પહેલા રમત મંત્રાલયે એક મોટો નિર્ણય લીધો છે, જેનાથી બોક્સર અમિત પંઘલ સહિતના એવા ખેલાડીઓને રાહત મળશે જેમના પર ડોપિંગનો આરોપ લાગ્યો છે. મંત્રાલયે નક્કી કર્યું છે કે, ડોપિંગથી કલંકિત ખેલાડીઓ અને કોચ હવે રાષ્ટ્રીય રમત પુરસ્કારો માટે પાત્ર બનશે. જો કે માત્ર પ્રતિબંધનો સમયગાળો પૂર્ણ કર્યો હોય તેવા ખેલાડીઓ જ આ રમત પુરસ્કાર માટે નામાંકિત થશે.

હવે આ નિર્ણય બાદ ભારતનું પ્રતિનિધિત્વ કરનારા અમિત પંઘલ માટે શુભ સમાચાર છે. વર્ષ 2021માં ઉલ્લંઘન માટે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ જ કારણ હતું, છેલ્લા બે વર્ષથી અર્જુન એવોર્ડ માટે તેમના નામ પર વિચાર કરવામાં આવી રહ્યો ન હતો.

આ વર્ષના સન્માન માટે જાહેર કરાયેલા પરિપત્રમાં મંત્રાલયે કહ્યું છે કે, ડોપિંગ ગુનાઓ માટે દોષિત ઠેરવવામાં આવેલા ખેલાડીઓ સસ્પેન્શન પૂર્ણ થયા બાદ પાત્ર બનશે પરંતુ આ સમયગાળા દરમિયાન તેમની સિદ્ધિઓને પુરસ્કાર માટે ધ્યાનમાં લેવામાં આવશે નહીં. આગામી કેટલાક દિવસોમાં સ્પોર્ટ્સ પુરસ્કારો (Sports Awardsની જાહેરાત થવાની ધારણા છે.

ખેલાડીઓ સજા/સસ્પેન્શન/પ્રતિબંધની અવધિ પૂર્ણ કર્યા બાદ એવોર્ડ માટે વિચારણા કરવા પાત્ર થશે.” ઉપરોક્ત સસ્પેન્શન/સજા દરમિયાનની સિદ્ધિઓ ધ્યાનમાં લેવામાં આવશે નહીં.

એશિયન ગેમ્સ (Asian Games)માં સિલ્વર મેડલ વિજેતા પાંઘલ, વિશ્વ ચેમ્પિયનશિપ (World Championship)માં સિલ્વર મેડલ જીતનાર ભારતનો એકમાત્ર પુરુષ બોક્સર, અર્જુન એવોર્ડ માટે બે વખત નામાંકિત થયો હતો પરંતુ ડોપિંગ ઉલ્લંઘન માટે તેને ધ્યાનમાં લેવામાં આવ્યો ન હતો.