Site icon Revoi.in

ટીમ ઇન્ડિયાનો વર્લ્ડકપનો રેકોર્ડ તૂટ્યો, ભારતની શરમજનક હાર, પાકિસ્તાનનો 10 વિકેટથી વિજય

Social Share

નવી દિલ્હી: ICC T-20 વર્લ્ડકપમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થઇ હતી. આ મેચમાં ભારતે બેટિંગ કરતા 151 રન બનાવ્યા હતા અને પાકિસ્તાનને જીતવા માટે 152 રનનું લક્ષ્યાંક આપ્યું હતું. ભારત તરફથી સૂકાની વિરાટ કોહલીએ દમદાર પ્રદર્શન કરતા 57 રન કર્યા હતા. જો કે તેની આ અર્ધસદી એણે ગઇ હતી. આ મેચમાં પાકિસ્તાનની 10 વિકેટથી ભવ્ય જીત થઇ છે.

ભારતે પ્રથમ બેટિંગ કરતા 20 ઑવરના અંતે 151 રન બનાવીને પાકિસ્તાનને જીત માટે 152 રનનું લક્ષ્યાંક આપ્યું હતું. પાકિસ્તાને રન ચેઝ કરતા ઑપનર્સ બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનની ઓપનિંગ જોડીએ 8 ઓવરમાં 50 રનની ભાગીદારી કરી ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી દીધી હતી. ઓપનર મોહમ્મદ રિઝવાને 55 બોલમાં 79 રન ફટકાર્યા હતા જ્યારે બાબર આઝમે 52 બોલમાં 68 રન ફટકાર્યા હતા. ભારતને છેક સુધી ભારતને  એક પણ વિકેટ મળી નહોતી. ભારતના બોલરનું પણ કંગાળ પ્રદર્શન રહ્યું હતું. અંતે ઑપનર્સના દમદાર પ્રદર્શનથી પાકિસ્તાનનો 10 વિકેટે ભવ્ય વિજય થયો હતો.

લાઇવ અપડેટ્સ

પાકિસ્તાને મેચ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લીધું છે અને તે આસાન જીતના માર્ગે છે. કેપ્ટન બાબર આ કામ હાથ ધરવામાં વ્યસ્ત છે. 14 મી ઓવરમાં તેણે રવિન્દ્ર જાડેજાની બોલ પર બે ચોગ્ગા ફટકાર્યા હતા.

ભારતીય કેપ્ટન કોહલી બાદ પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમે પણ અડધી સદી ફટકારી છે. 13 મી ઓવરમાં બાબરએ વરુણ ચક્રવર્તીની શોર્ટ ડિલીવરી ખેંચી અને બોલ 6 રને ડીપ મિડવિકેટની બહાર પડી ગયો. બાબરે 40 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. આ સાથે જ પાકિસ્તાની ટીમે પણ તેના 100 રન પૂરા કરી લીધા છે.

બાબર આઝમે રવિન્દ્ર જાડેજા પર શાનદાર સિક્સ ફટકારી છે. જાડેજાના પ્રથમ 4 બોલ, 9 મી ઓવરમાં બોલિંગ, શાનદાર હતી, પરંતુ પાંચમો થોડો ટૂંકો હતો અને બાબરે તેને ખેંચ્યો અને તેને 6 રન માટે ડીપ મિડવિકેટની બહાર મોકલ્યો.

પાકિસ્તાન મજબૂત સ્થિતિમાં છે. પાકિસ્તાને વિકેટ ગુમાવ્યા વગર 99 રન કર્યા છે. ઓપનર મોહમ્મદ રિઝવાન અને બાબર આઝમ શાનદાર ફોર્મમાં જણાઇ રહ્યાં છે. બાબર આઝમે અર્ધસદી ફટકારી છે જ્યારે મોહમ્મદ રિઝવાન 45 રને ક્રિઝ પર રમી રહ્યા છે.

ભારતે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 151 રન બનાવ્યા છે. ભારત તરફથી વિરાટ કોહલીએ સૌથી 57 રન ફટાકાર્યા હતા. તો રિષભ પંતે 39 રનનું યોગદાન આપ્યું હતું. પાકિસ્તાન તરફથી શાહીન આફ્રિદીએ ત્રણ અને હસન અલીએ બે વિકેટ ઝડપી હતી.

હાર્દિક પંડ્યા 11 રનમાં આઉટ
હાર્દિક પંડ્યા માત્ર 11 રન બનાવી હારિસ રાઉફનો શિકાર બન્યો હતો. હાર્દિકે 8 બોલનો સામનો કરતા બે ચોગ્ગા ફટકાર્યા હતા.

પાકિસ્તાન સામેના મુકાબલામાં ભારતે 13 ઓવરમાં 4 વિકેટે 88 રન કર્યા છે. ભારતે રોહિત શર્મા, કેએલ રાહુલ અને સૂર્યકુમારની વિકેટ ગુમાવી છે. કેપ્ટન કોહલી અને રિષભ પંત મેદાનમાં છે.

ભારતે 36 રનમાં 3 વિકેટ ગુમાવી છે.

અત્યારે પાકિસ્તાની બોલરોએ તરખાટ મચાવ્યો છે. ભારતે બે વિકેટ ગુમાવી દીધી છે.

પાવરપ્લે પાકિસ્તાનના નામે
ભારતે પ્રથમ છ ઓવરમાં ત્રણ વિકેટે 36 રન બનાવ્યા છે. રોહિત શર્મા, કેએલ રાહુલ અને સૂર્યકુમાર યાદવ આઉટ થયા છે. રિષભ પંત અને વિરાટ કોહલી ક્રીઝ પર છે.

કેએલ રાહુલ બોલ્ડ
શાહીન શાહ આફ્રિદીએ ત્રીજી ઓવરમાં ભારતને મોટો ઝટકો આપ્યો છે. રોહિત શર્મા બાદ આફ્રિદીએ કેએલ રાહુલને બોલ્ડ કર્યો છે.

રોહિત શર્મા આઉટ
ભારતને પ્રથમ ઓવરમાં ઝટકો લાગ્યો છે. રોહિત શર્મા શૂન્ય રન બનાવી શાહીન આફ્રિદીનો શિકાર બન્યો છે.

ભારતની ઈનિંગ શરૂ

ભારતીય ટીમની ઈનિંગ શરૂ થઈ ગઈ છે. રોહિત શર્મા અને કેએલ રાહુલે ઈનિંગની શરૂઆત કરી છે.