Site icon Revoi.in

ભારતમાં T 20 World Cupના આયોજનને લઇને અનિશ્વિતતા, ભારત બહાર થઇ શકે આયોજન

Social Share

નવી દિલ્હી: ટી 20 વર્લ્ડકપ 2021નું યજમાન પદ ભારત પાસે છે, જો કે, કોરોનાની બીજી લહેરની સ્થિતિને ધ્યાનમાં રાખતા ભારતમાં વિશ્વકપ યોજવાને લઇને સંકટ તોળાઇ રહ્યું છે. જો કે હજુ BCCI પાસે સ્થળ સંદર્ભે નિર્ણય લેવા માટે બે સપ્તાહનો સમય છે. ICCએ આગામી 28 જૂન સુધીનો સમય નિર્ણય લેવા માટે આપ્યો છે. જો કે ICCએ UAE અને ઓમાનને બેકઅપ પ્લાન તરીકે તૈયાર રાખ્યો છે. ICCના CEOએ કહ્યું હતું કે, આપણે હવે નિર્ણયને લઇને નિશ્વિત થવાની જરૂર છે.

ભારતમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે અને આગામી ઑક્ટોબર નવેમ્બર માસમાં હજુ ત્રીજી લહેર આવનારી હોવાની આશંકા છે. આ દરમિયાન જ ICC T20 વર્લ્ડકપનું આયોજન કરવાનો સમયગાળો છે. કોરોનાને લઇને વર્લ્ડકપના આયોજનને લઇને સમસ્યાનો નડી રહી છે જેને ધ્યાનમાં રાખતા ભારત બહાર વર્લ્ડ કપના આયોજનને ખસેડવાની વિચારણા પ્રબળ બની છે.

ICCના કાર્યકારી CEO જ્યોફ અલાર્ડિસે કહ્યું હતું કે, અમારા ટૂર્નામેન્ટને લઇને સ્વીકૃત સમય મર્યાદામાં ટૂર્નામેન્ટ પૂર્ણ કરાવવાની જરૂરિયાત છે. યોજના બનાવવાની દૃષ્ટિથી અમારે નિશ્વિતતા જોઇએ છે. કોરોનાને લીધેલા પ્રતિબંધના સમયમાં વૈશ્વિક ટૂર્નામેન્ટના આયોજનને લઇને જટિલતા ફરી પેદા થઇ છે.

પ્રવાસને લઇને નિયંત્રણો છે. અન્ય દેશોમાં પ્રવેશ માટે નિયમો છે. અંતિમ નિર્ણયને લઇને હવે કેટલાક દિવસ બાકી છે. અમારે નિર્ણયને લઇને નિશ્વિતતાની જરૂર છે કે ટૂર્નામેન્ટનું આયોજન ક્યાં કરવામાં આવશે.