Site icon Revoi.in

TOKYO OLYMPICS 2020: ભારતના ટોપના શૂટર્સ માટે ગોલ્ડ મેડલ જ એક માત્ર ધ્યેય

Social Share

નવી દિલ્હી: આ વખતે Tokyo Olympicsમાં ભારતના ટોપના શાર્પ શૂટર ભાગ લેવા જઇ રહ્યા છે. 15 મેમ્બર્સની શૂટિંગ ટીમ 2021 ISSF WORLD CUP પછી ટોક્યો માટે રવાના થશે. જ્યારે, કેટલાક શૂટર્સ પોતાની શ્રેણીમાં વર્લ્ડ નંબર 1નો ખિતાબ મેળવી ચૂક્યા છે. આ શૂટર્સ પાસેથી દેશના લોકોને ગોલ્ડની આશા છે.

રાહી સરનોબત

ટોક્યો ઓલ્મિપિકમાં રાહી સરનોબત આ વખતે 25 મીટર એર પિસ્ટલ ઇવેન્ટમાં ભાગ લઇ રહી છે. જે હાલના સમયમાં પોતાની કેટેગરીમાં વર્લ્ડ નંબર 1 છે. 30 વર્ષીય રાહીએ 2021 ISSF WORLD CUPમાં ભારતને ગોલ્ડ અપાવનાર એક માત્ર ભારતીય શૂટર છે. રાહીએ મહિલા 10 મીટર પિસ્ટલ ટીમ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ પણ મેળવ્યો છે. રાહી અત્યારસુધીમાં શૂટિંગ વર્લ્ડ કપમાં 4 ગોલ્ડ, 2 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ મેળવી ચુકી છે. રાહી સરનોબત 2 વખત કોમનવેલ્થ ગેમ્સમાં પણ ગોલ્ડ જીતી ચુકી છે.

એશ્વર્ય પ્રતાપ સિંહ તોમર

50 મીટર એર રાયફલમાં એશ્વર્ય પ્રતાપ સિંહ નંબર 1 શૂટર છે. એશ્વર્ય પ્રતાપ સિંહ તોમરે અત્યારસુધીમાં ISSF WORLD CUPમાં 3 ગોલ્ડ મેળવી ચૂક્યા છે. જ્યારે, ભારતીય લોકો તેની પાસે ગોલ્ડની આશા રાખી રહ્યા છે.

યશસ્વિની સિંહ દેસ્વાલ

2021 ISSF WORLD CUPમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીતનાર એટલે 23 વર્ષીય યશસ્વિની સિંહ દેસ્વાલ. યશસ્વિની બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ 10 મીટર પિસ્ટલ કેટેગરીમાં વર્લ્ડ નંબર 1 બની ગઇ છે. યશસ્વિની સિંહ 2019ના ISSF WORLD CUPમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જેના કારણે તેને ટોક્યો વર્લ્ડ કપની ટીમમાં સ્થાન મળ્યું છે. આ વખતે પણ તે ટોક્યો ઓલ્મિપિકમાં ભારતનું નામ રોશન કરશે તેવી આશા છે.