- શુક્રવારનો દિવસ સ્પોર્ટ્સ માટે ખાસ બની રહેશે
- ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટી-20 સિરીઝની પ્રથમ મેચ રમાશે
- બીજી તરફ લખનઉમાં ભારતીય મહિલા ટીમ સાઉથ આફ્રિકાની સામે પોતાની ત્રીજી વન ડે મેચ રમશે
નવી દિલ્હી: શુક્રવારનો દિવસ સ્પોર્ટ્સ માટે ખાસ બની રહેશે. શુક્રવારે ભારતની બે-બે ટીમો મેદાનમાં ઉતરશે. અમદાવાદમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટી-20 સિરીઝની પ્રથમ મેચ રમાશે. બીજી તરફ લખનઉમાં ભારતીય મહિલા ટીમ સાઉથ આફ્રિકાની સામે પોતાની ત્રીજી વન ડે મેચ રમશે. ભારતીય ટીમ ઇંગ્લેન્ડને મ્હાત આપવા માટે આતુર હશે. મહિલા ટીમ પણ સાઉથ આફ્રિકાને મ્હાત આપી સિરીઝમાં લીડ હાંસલ કરવા ઉતરશે.
અમદાવાદમાં ભારત ઇને ઇંગ્લેન્ડ વચ્ચે ટી-20 મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે. આ વર્ષના યોજાનારા ટી-20 વર્લ્ડ કપથી પહેલા ભારત માટે આ સિરીઝ ઘણી મહત્વપૂર્ણ છે. ઇંગ્લેન્ડ ટી-20 રેન્કિંગમાં પહેલા અને ભારત બીજા સ્થાન પર છે. એવામાં જો બંને ટીમો વચ્ચે મજબૂત પ્રતિસ્પર્ધા જોવા મળી શકે છે.
ભારતીય ટીમમાં કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli), રોહિત શર્મા (Rohit Sharma) ઉપરાંત ઋષભ પંત (Rishabh Pant) અને હાર્દિક પંડ્યા (Hardik Pandya) જેવા તોફાની બેટ્સમેન સામે છે. ત્યારે ઇંગ્લન્ડની ટીમમાં (England Team) પણ કેપ્ટન ઈયોન મોર્ગન, જોસસ બટલ જેવા ધાકડ બેટ્સમેન છે. ઇજા બાદ વાપસી કરી રહેલા ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર પર સૌ કોઈની નજર રહશે. જ્યારે લેગ સ્પિનર યુજવેન્દ્ર ચહલ પણ પોતાની છાપ છોડવા ઇચ્છશે. ઇંગ્લેન્ડ પાસે પણ જોફ્રા આર્ચર, ક્રિસ જોર્ડન અને આદિલ રાશિદ જેવા બોલર છે.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 14 ટી-20 મેચ રમાઈ છે. બંને ટીમોએ 7-7 મેચ જીતી છે. જો કે, ઇંગ્લેન્ડની સામે ગત પાંચ ટી-20 મેચમાં ભારતે ચાર મેચ જીતી છે અને એકમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો.
બીજી તરફ મિતાલી રાજના નેતૃત્વમાં ભારતીય મહિલા ટીમની નજર 2-1થી લડી મેળવવા પર રહશે. બંને ટીમ પાંચ મેચની સિરીઝમાં આ સમયે 1-1 ની બરાબરી પર છે. ભારત અને સાઉથ આફ્રિકાની વચ્ચે ત્રીજી વન ડે મેચ સવારે 9 વાગ્યે શરૂ થશે. ભારતીય મહિલા ટીમની પ્રથમ મેચમાં 8 વિકેટથી હાર મળી હતી. ત્યારબાદ ભારતે પલટવાર કરતા બીજી વન ડેમાં સાઉથ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું હતું.
(સંકેત)