ટોક્યો ઓલિમ્પિક્સ: આર્ચરીમાં દીપિકા કુમારી તો બોક્સિંગમાં પૂજા રાની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી
નવી દિલ્હી: ટોક્યો ઓલિમ્પિકમાં આજે ભારતનો છઠ્ઠો દિવસ છે. વેઇટ લિફ્ટિંગમાં મીરાબાઇ ચાનૂના સિલ્વર બાદ ફેન્સ આતુરતાપૂર્વક બીજા મેડની પ્રતિક્ષા કરી રહ્યા છે. પરંતુ હજુ સુધી આ આતુરતાનો અંત આવ્યો નથી. શૂટિંગમાં દેશને મેડલની આશા હતી પરંતુ અત્યારસુધી ફક્ત નિરાશા સાંપડી છે. આજે દેશના ઘણા સ્ટાર ખેલાડી એક્શનમાં હશે.
દીપિકા કુમારી દેશ માટે મેડલની આશા હતી અને તેમણે મહિલાઓની વ્યક્તિગત સ્પર્ધાના ત્રીજા તબક્કામાં સ્થાન બનાવીને પદકની આશાને જીવીત રાખી છે. તો બીજી તરફ બોક્સિંગમાં પૂજા રાનીએ પોતાનો મુકાબલો જીતીને ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન બનાવી લીધું છે.
દીપિકા કુમારી (Deepika kumari) એ બીજી મેચમાં અમેરિકાની ફર્નાડેઝને 6-4 થી હરાવી દીધી. મુકાબલો ખૂબ રામાંચક રહ્યો. દીપિકા કુમારી પહેલા સેટમાં હારી ગઇ હતી, પરંતુ બીજામાં તેમણે દમદાર વાપસી કરતાં સતત બે સેટ જીત્યા અને પછી આગળના સેટ પર હારી ગઇ. પરંતુ આગામી સેટને જીતી દીપિકાએ મેચ પણ પોતાના નામ કરી દીધી.
ભારતીય તીરંદાજ દીપિકા કુમારી (Deepika kumari) ઓફ 32 માં વ્યક્તિગત મહિલા ઇવેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને પ્રથમ રાઉન્ડમાં ભૂટાનની ખેલાડી સામે 6-0 થી જીત પ્રાપ્ત કરી છે. દીપિકા કુમારીએ પહેલાં સેટમાં 26 નો સ્કોર બનાવ્યો તો ભૂટાનની કર્માએ 23નો સ્કોર બનાવ્યો.
ત્યારબાદ બીજા સેટમાં પણ દીપિકા કુમારી (Deepika kumari) એ બીજા સેટમાં પણ 26-23 થી જીત પ્રાપ્ત કરી. 2 સેટ બાદ દીપિકા ભૂટાનની કર્મા કરતાં 4-0 કરતાં આગળ રહી. ત્રીજા સેટમાં ભારતની દીપિકાએ પોતાની શાનદાર રમત ચાલુ રાખી અને 27-24 ના સ્કોર સાથે સેટ જીતી લીધો છે. ત્રીજો સેટ જીતવાની સાથે જ દીપિકા 6-0 થી આ મુકાબલો જીતવામાં સફળ રહી અને આગળ પહોંચી ગઇ છે.
ત્યારબાદ બીજા સેટમાં પણ દીપિકા કુમારી (Deepika kumari) એ બીજા સેટમાં પણ 26-23 થી જીત પ્રાપ્ત કરી. 2 સેટ બાદ દીપિકા ભૂટાનની કર્મા કરતાં 4-0 કરતાં આગળ રહી. ત્રીજા સેટમાં ભારતની દીપિકાએ પોતાની શાનદાર રમત ચાલુ રાખી અને 27-24 ના સ્કોર સાથે સેટ જીતી લીધો છે.