Site icon Revoi.in

Tokyo Olympics 2020: ઑપનિંગ સેરેમનીમાં ભારતીય દળે કરી માર્ચ પાસ્ટ, મેરિકોમ ધ્વજવાહક

Social Share

નવી દિલ્હી: જાપાનની રાજધાની ટોક્યોમાં ટોક્યો ઓલિમ્પિકનો સત્તાવાર ઉદ્વાટન સમારોહ નેશનલ સ્ટેડિયમ ખાતે થયો છે. તેનો પ્રારંભ ભારતીય સમય અનુસાર સાંજે 4.30 વાગ્યે થયો હતો. ભારતીય ટીમ 21માં સ્થાને છે. ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના મહાસચિવ રાજીવ મહેતાએ આ માહિતી આપી હતી. માર્ચ પાસ્ટમાં ઓલિમ્પિક ચંદ્રક વિજેતા બોક્સર મેરી કોમ તેમજ હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહ ભારતીય ટૂકડીના ધ્વજવંદક હતા.

આ વખતે કોરોના સંક્રમણના સંકટને ધ્યાનમાં રાખતા ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશને માત્ર 20 ભારતીય એથલીટ્સને ઑપનિંગ સેરેમનીમાં ભાગ લેવાની મંજૂરી આપી છે. આ ઉપરાંત 6 અધિકારીઓને પણ તેમાં સામેલ થવાનું કહેવાયું છે. સાથે જ ખેલાડીઓની ઇવેન્ટ ઓલિમ્પિકના પહેલાં દિવસે છે તેમને ભાગ ના લેવાનું સૂચન કરવામાં આવ્યું છે.

પીએમ મોદીએ પાઠવી શુભેચ્છાઓ

પીએમ મોદીએ પણ ઑપનિંગ સેરેમનીની એક ઝલક નિહાળી હતી અને ભારતનું પ્રતિનિધત્વ કરનારા દરેક ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

આ વખતે ઓલિમ્પિકમાં ભારતના 124 એથેલીટ ભાગ લઈ રહ્યાં છે. જેમાંથી 69 પુરૂષો અને 55 મહિલા એથેલીટ અને બાકીના સ્ટાફ મેમ્બર્સ હશે. ભારતીય એથેલીટ આ વખતે 85 મેડલ માટે પોતાની દાવેદારી રજૂ કરશે. ભારતની ઓપનિંગ સેરેમની માટે પુરુષ હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહ અને 6 વખતની બોક્સિંગ વર્લ્ડ ચેમ્પિયન એમસી મેરીકોમને ધ્વજવાહક બનાવવામાં આવ્યા છે.

ઓલિમ્પિકમાં ભાગ લેનારા દરેક એથેલીટનું સપનું હોય છે મેડલ જીતવાનું. જીત મેળવ્યા બાદ એથેલીટને પોડિયમમાં મેડલ પહેરવામાં આવે છે. આ પ્રસંગ તેમના જીવનની સૌથી યાદગાર ક્ષણ બની જાય છે, પરંતુ કોરોના મહામારીને કારણે ટોક્યો ઓલિમ્પિકમાં આવું નહીં થાય. આ વખતે વિજેતા એથેલીટ પોતે જ પોતાના ગળામાં મેડલ પહેરવાનો રહેશે.