Site icon Revoi.in

ભારતની સ્ટાર શટલર પી વી સિંધુ બનશે ગોલ્ડન ગર્લ! સેમીફાઇનલમાં કર્યો પ્રવેશ

Social Share

નવી દિલ્હી: ટોક્યો ઓલિમ્પિકમાં ભારતને આજે બે સફળતા મળી છે. એક તો ભારતીય મેન્સ હોકી ટીમે જાપાનને મ્હાત આપી છે અને બીજી તરફ ભારતની બેડમિન્ટન સ્ટાર પી વી સિંધુએ જાપાની ખેલાડી યામાગુચીને હરાવીને સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ સાથે પીવી સિંધુએ ટોક્યો ઓલિમ્પિકમાં ભારત માટે એક મેડલ પાક્કો કરી દીધો છે. સિંધુ આ ઓલિમ્પિકમાં પ્રારંભથી જ ગજબના આત્મવિશ્વાસ સાથે મેદાનમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે. ક્વાર્ટર ફાઇનલમાં પી વી સિંધુએ 21-13, 22-20 થી જીત હાંસલ કરી છે.

ટોક્યો ઓલિમ્પ્કિસમાં સિંધુએ યામાગુચીને ગેમમાં 21-13, 22-20થી માત આપી છે. બંને વચ્ચે કાંટાની ટક્કર 56 મિનિટ સુધી ચાલી હતી. સિંધુએ આ મેચ જીતીને હવે સેમીફાઇનલમાં સ્થાન બનાવી લીધું છે. એક સમયે એવું લાગી રહ્યું હતું કે મુકાબલો ત્રીજી ગેમ સુધી ચાલશે. પરંતુ ભારતીય સ્ટારે પોતાની આગવી રમત દાખવીને પહેલા બરાબરી કરી પછી તાકાતવર સ્મેશથી મુકાબલો પોતાના નામે કર્યો હતો.

સિંધુ હવે મેડલથી એક જીત દૂર છે. આ પહેલા એક તરફા પ્રી-ક્વાર્ટર ફાઈનલ મુકાબલામાં ડેનમાર્કની મિયા બ્લિચફેલ્ટને સીધી ગેમમાં હરાવીને પીવી સિંધુએ અંતિમ આઠમાં જગ્યા બનાવી લીધી હતી. આમ ઓલિમ્પિકમાં પીવી સિંધુની પક્કડ શરૂઆતથી જ રહી હતી.

બેડમિન્ટનના રસીકો જેવી મેચ જોવા ઈચ્છતા હતા તેવી જ મેચ યોજાઈ હતી. ભારતની સ્ટાર શટલરની દમદાર રમત અને જાપાની ખેલાડીનો વળતો પ્રહાર જોવા મળ્યો હતો. અને અંતે ભારતની સ્ટારે આ મેચ જીતીને હવે સેમીફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે.

પીવી સિંધુએ શરૂઆતથી જ મેચમાં જ જોરદાર પક્કડ રાખી હતી. અને જાપાની ખેલાડી માટે મુશ્કેલી વધારી દીધી હતી. તેણે 21-13થી પ્રથમ ગેમ પેતાના નામે કરી હતી. આ ગેમ 23 મિનિટ સુધી ચાલી હતી.