Site icon Revoi.in

ટોક્યો ઓલિમ્પિક્સ: ભારત માટે ખુશખબર, બોક્સર લવલીના બોરગોહેન સેમીફાઇનલમાં પહોંચી

Social Share

નવી દિલ્હી: ટોક્યો ઓલિમ્પિક્સથી ભારત માટે ખુશખબર છે. ટોક્યો ઓલિમ્પિકમાં ચીનની તાપેઇ કી ચેનને હરાવીને બોક્સર લવલિના બોરગોહેન હવે સેમીફાઇનલમાં પ્રવેશ કરી ચૂકી છે. આ સાથે જ લવલિનાએ ભારત માટે ઓલિમ્પિક્સમાં એક મેડલ પાક્કો કરી દીધો છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર, ભારતીય મહિલા મુક્કાબાજી લવલીના બોર્ગોહાઇન તેની ક્વાર્ટર ફાઇનલમાં ચીનની ખેલાડીને હરાવીને સેમીફાઇનલમાં પોતાનું સ્થાન પાક્કું કરી લીધું છે. 69 કિલો વજન કેટેગરીમાં તેની સામે ચોથા ક્રમાંકિત ચીન નીએન ચેનનો એક મોટો પડકાર હતી. લવલિનાએ આ પાર પાડી દીધો છે.

ત્રણેય રાઉન્ડમાં, લવલિનાએ હરીફ બોક્સરને ટકવા ન દીધી. પ્રથમ રાઉન્ડમાં 5 માંથી 3 જજોએ લવલિનાની તરફેણમાં ફેંસલો આપ્યો છે. બીજા રાઉન્ડમાં પણ તમામ 5 જજોએ લવલીનાને વિજેતા તરીકે જોઇ. ત્રીજા રાઉન્ડમાં 4 જજોએ લવલીનાને વધુ સારી રીતે બતાવી હતી.

અન્ય એક ભારતીય મુક્કાબાજી સિમરનજીત કૌરે 60 કિલો વજનના કેટેગરીમાં થાઇલેન્ડની સુદાપોર્ન સિસોંડી સામે 5-0થી હારી ગયા બાદ પ્રથમ રાઉન્ડમાં બહાર થઇ હતી. આ રીતે લવલિનાએ 4-1થી મુકાબલો જીત્યો. બોક્સિંગમાં સેમિફાઇનલમાં પહોંચતા જ મેડલ પાકકું થઈ જાય છે. લવલિના સેમીફાઇનલમાં 2019 વર્લ્ડ ચેમ્પિયન તુર્કીની એન્ના લાઈસેંકો સામે મુકાબલો થશે. વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનૂએ આ ઓલિમ્પિકમાં ભારત માટે પ્રથમ મેડલ જીત્યો છે. તેણે સિલ્વર મેડલ પોતાને નામે કર્યો છે.

અન્ય એક ભારતીય મુક્કાબાજી સિમરનજીત કૌરે 60 કિલો વજનના કેટેગરીમાં થાઇલેન્ડની સુદાપોર્ન સિસોંડી સામે 5-0થી હારી ગયા બાદ પ્રથમ રાઉન્ડમાં બહાર થઇ હતી. દીપિક કુમારી તીરંદાજીની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે.