Site icon Revoi.in

ટોક્યો ઓલિમ્પિક્સ: ભારતીય મુક્કેબાજ સતીશ કુમાર ઉઝબેકિસ્તાનના જાલોલોવે સામે 5-0થી હાર્યા

Social Share

નવી દિલ્હી: આજે ટોક્યો ઓલિમ્પિકનો 10મો દિવસ છે જે ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. પીવી સિંધુ ફાઇનલમાં પહોંચશે તેવી આશા હતી પરંતુ તે ફાઇનલમાં પહોંચવામાં નિષ્ફળ નિવડી હતી. જો કે કમલપ્રીત કૌર અને ભારતીય મહિલા હોકી ટીમે મેચ જીતીને નિરાશા ઘટાડી હતી.

કલમપ્રીત કૌરે ડિસ્ક્સ થ્રો સ્પર્ધાની ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. જો તેમણે આ પ્રદર્શન જાળવી રાખ્યું તો ભારતનો મેડલ પાક્કો છે. તે સિવાય ભારતીય મહિલા હોકી ટીમ પણ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઇ છે.

જો કે બોક્સિગમાં ભારતને ઝટકો લાગ્યો છે. ભારતના મુક્કેબાજ સતીશ કુમાર 91 કિગ્રા ભારે વર્ગમાં ઉઝબેકિસ્તાનના મુક્કેબાજ બખોદિર જાલોલોવે સામે હારી ગયા છે. જાલોલોવે તેને 5-0થી હરાવ્યો છે. આ હાર સાથે જ ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ જીતવાનું સપનું તૂટી ગયું છે.

ભારતીય મહિલા હોકી ટીમ પણ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઇ છે. ટોક્યો ઓલિમ્પિકના 10માં દિવસે ફરી એક વખત બધાની નજર પીવી સિંધુ પર રહેશે. તે આજે બ્રોન્ઝ મેડલ માટે રમશે. જ્યારે ભારતીય હોકી ટીમ ક્વાર્ટર ફાઇનલમાં ગ્રેટ બ્રિટન સામે રમશે.