- કુસ્તીબાજ દિપક પૂનિયાએ હારનો સામનો કરવો પડ્યો
- છેલ્લી 10 સેકન્ડમાં બ્રોન્ઝ મેડલ ગુમાવ્યો
- જો કે દિપક પૂનિયાએ અંતિમ સમય સુધી લડત આપી હતી
નવી દિલ્હી: ટોક્યો ઓલિમ્પિકમાં 14મા દિવસે ભારતને સફળતા અને નિષ્ફળતા બંને સાંપડી છે. એક તરફ કુસ્તીબાજ રવી દહિયાએ સિલ્વર મેડલ જીત્યો હતો જ્યારે બીજી તરફ દિપક પૂનિયાને હારનો સામનો કરવો પડ્યો હતો.
બ્રોન્ઝ મેડલ માટે દિપક પૂનિયા દંગલ લડ્યો હતો. નઝીમ અને દિપકે જોરદાર ફાઇટ રીમ હતી અને દિપક 2 પોઇન્ટથી શરૂઆત કરી હતી પરંતુ છેલ્લી 10 સેકન્ડમાં બાજી પલટાઇ ગઇ હતી અને અંતે દિપક પૂનિયાને હારનો સામનો કરવો પડ્યો હતો.
ટોક્યો ઓલિમ્પિક્સમાં આજે ભારતીય પહેલવાન રવિ કુમાર અને રુસના રેસલર જાવુર વચ્ચે ખરાખરીનો જંગ ખેલાયો હતો પરંતુ રવિ કુમાર ગોલ્ડ મેડલ જીતી શક્યા નહી.
રુસનો પહેલવાન જાવુર 2 વારનો વર્લ્ડ ચેમ્પિયન રહ્યો છે અને હવે ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ હાંસલ કરીને તેના દેશનું નામ રોશન કર્યુ છે. રવિ કુમારે શાનદાર ફાઇટ રમી પરંતુ તેઓ ભારત માટે ગોલ્ડ મેડલ ન લાવી શક્યા. રવિ કુમારે સિલ્વર મૅડલથી જ સંતોષ માનવો પડ્યો હતો.
દિપક પૂનિયા 86 કિલો કેટેગરીમાં નઝીમ નામના કુસ્તીબાજ સામે લડ્યા હતા. દિપક પૂનિયાએ બ્રોન્ઝ મેડલ માટે ફાઇટ રમી હતી. ભારતના લાખો લોકોની આશા દિપક પૂનિયા પર હતી અને તેણે છેક સુધી જોરદાર લડત આપી હતી.
દિપક પૂનિયા જ્યારે લડવા માટે રિંગમાં ઉતર્યો ત્યારે 2-0 પોઇન્ટથી આગળ ચાલી રહ્યો હતો, બાદમાં પ્રતિદ્વંદીએ કુસ્તીબાજે પણ 1 પોઇન્ટ કર્યો હતો.
દિપક પૂનિયાના હાથમાં જીત હતી અને છેલ્લી 20 સેકન્ડ સુધી સ્કોર 2-1 જ હતો પરંતુ વધેલી 10 સેકન્ડમાં પુનિયાના હાથમાંથી બાજી સરકી ગઇ હતી. થોડી જ સેકન્ડ માટે પુનિયાના હાથમાં આવેલો બ્રોન્ઝ મૅડલ જતો રહ્યો હતો.