Site icon Revoi.in

Tokyo Olympics: ભારતીય મેન્સ હોકી ટીમનું જબરદસ્ત પ્રદર્શન, જાપાનને 5-3થી આપી મ્હાત

Social Share

નવી દિલ્હી: ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતને આજના દિવસે સફળતા સાંપડી છે. ભારતીય મેન્સ હોકી ટીમે પોતાના દમદાર પ્રદર્શનથી જાપાનને 5-3થી મ્હાત આપી છે. ગુરજંત સિંહના બે ગોલની મદદથી ભારતીય મેન્સ હોકી ટીમે ટોક્યો ઓલિમ્પિક ગેમ્સના પૂલ A ની પોતાની છેલ્લી મેચમાં શુક્રવારે જાપાનને 5-3થી હરાવ્યું.

ભારત માટે, હરમનપ્રીત સિંહે 13 મી મિનિટે પેનલ્ટી કોર્નર કન્વર્ટ કર્યું, જ્યારે ગુરજંત સિંહ (17 મી અને 56 મી મિનિટે), શમશેર સિંહ (34 મી મિનિટે) અને નીલકાંત શર્માએ (51 મી મિનિટે) ફિલ્ડ ગોલ કર્યા. જાપાન માટે કેંતા તનાકા (19 મી મિનિટે), કોતા વતાનબે (33 મી મિનિટે) અને કાઝુમા મુરાતાએ (59 મી મિનિટે) ગોલ કર્યો.

નોંધનીય છે કે, ભારતે પહેલાથી જ ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્વિત કરી લીધું હતું પરંતુ આ જીત સાથે તેઓ વધેલા મનોબળ સાથે છેલ્લી આઠની મેચમાં ઉતરશે. ભારતે પોતાના મક્કમ મનોબળથી જાપાન ઉપરાંત ન્યૂઝીલેન્ડ, સ્પેન અને આર્જેન્ટિનાને પણ મ્હાત આપી છે. જો કે, માત્ર ઓસ્ટ્રેલિયા સામે ભારતે હારનો સામનો કરવો પડ્યો હતો.