Site icon Revoi.in

ભારતનું દમદાર પ્રદર્શન, High Jumpમાં એકસાથે 2 બ્રોન્ઝ મેડલ આવ્યા

Social Share

નવી દિલ્હી: ટોક્યો પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતનું પ્રદર્શન સતત દમદાર જોવા મળી રહ્યું છે. મંગળવારનો દિવસ ભારતીય ખેલાડીઓ માટે શુભ રહ્યો હતો. ભારતના સિંહરાજ અધનાએ શૂટિંગમા બ્રોન્ઝ જીત્યો હતો. હવે હાઇ જમ્પમાં ભારતના મરિયપ્પન થંગાવેલુએ સિલ્વર તેમજ શરદ કુમારે આ જ કેટેગરીમાં બ્રોન્ઝ હાંસલ કર્યો છે.

ભારતના પેરા એથલીટ્સ શાનદાર પ્રદર્શનનો પરચો આપી રહ્યા છે, મરિયપ્પન થંગાવેલુએ સિલ્વર મેડલ જીત્યો, જ્યારે શરદ કુમારે બ્રોન્ઝ મેળવ્યો. પુરુષોની હાઇ જમ્પ T63 ઇવેન્ટમાં મરિયપ્પન 1.86 મીટર, જ્યારે શરદ 1.83 મીટર કૂદકો લગાવ્યો હતો.

ટોકિયો ગેમ્સમાં હાઈ જમ્પમાં ભારત પાસે હવે ત્રણ મેડલ છે. અગાઉ, ભારતના નિશાદ કુમારે રવિવારે એશિયન રેકોર્ડ સાથે પુરુષોની હાઇ જમ્પ T47 ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

મરીયપ્પન થંગાવેલુની સિદ્વિ

આ સાથે જ મરીયપ્પન થંગાવેલુએ પેરાલિમ્પિક ગેમ્સમાં સતત બીજો મેડલ જીતવાની સિદ્વિ પ્રાપ્ત કરી છે. તેણે અગાઉ રિયો 2016માં પણ ગોલ્ડ હાંસલ કર્યો હતો. જેવેલિન થ્રો પેરા એથલીટ દેવેન્દ્ર ઝાઝરીયા પાસે પેરાલિમ્પિક્સમાં બે ગોલ્ડ મેડલ છે. વર્તમાન પેરાલિમ્પિકસમાં ભારતે અત્યારસુધી 10 મેડલ જીત્યા છે. ભારત પાસે હવે 2 ગોલ્ડ, 5 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ છે.