ટોક્યો પેરાલિમ્પિક્સ 2020: ભારતના સુમિત આંતિલે ભાલાફેંકમાં જીત્યો ગોલ્ડ, પોતાનો જ રેકોર્ડ તોડ્યો
- ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતનું દમદાર પ્રદર્શન
- હવે સુમિત આંતિલે ભાલાફેંકમાં જીત્યો ગોલ્ડ
- સુમિત આંતિલે પોતાનો જ રેકોર્ડ તોડ્યો
નવી દિલ્હી: ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતના એથ્લેટ્સ દમદાર પ્રદર્શન કરીને દેશનું નામ રોશન કરી રહ્યા છે. ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતના જ્વેલિન થ્રોઅર્સનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. સુમિત આંતિલે ભારતને આ સ્પર્ધામાં ત્રીજો મેડલ અપાવ્યો છે. તેણે સોમવારના પુરુષની ફાઇનલ મેચમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. સુમિતની આ જીત સાથે ભારતનું મેડલ ટેલી 7 પર પહોંચ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, સુમિતે ગેમ દરમિયાન 68.55 મીટર દૂર ભાલો ફેંકી ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. સુમિત આંતિલનો આ થ્રો વર્લ્ડ રેકોર્ડ પણ બની ગયો છે. ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતને આ બીજો ગોલ્ડ મેડલ છે. સુમિત પહેલા અવની લખેરાએ શૂટિંગમાં ભારતને ગોલ્ડ અપાવ્યો છે.
What a start to the evening @ParaAthletics session 🤩
Sumit Antil throws a World Record on the first throw of the day, can anyone top that?#ParaAthletics #Tokyo2020 #Paralympics pic.twitter.com/cLB5qHYQ61
— Paralympic Games (@Paralympics) August 30, 2021
સુમિતે આ ગેમમાં પોતાનો જ રેકોર્ડ બ્રેક કર્યો છે. તેમણે પ્રથમ પ્રયાસમાં 66.95 મીટરનો થ્રો કર્યો જે વર્લ્ડ રેકોર્ડ બન્યો. ત્યારબાદ બીજા પ્રયાસમાં તેમણે 68.08 મીટર ભાલો ફેંકી પોતાનો જ રેકોર્ડ તોડ્યો.
અગાઉ આ પહેલા સોમવારના જ દેવેન્દ્ર ઝાઝરિયા અને સુંદર સિંહ ગુર્જરે પણ જેવલિન થ્રોમાં મેડલ જીત્યો. દેવેન્દ્રએ સિલ્વર અને સુંદર સિંહએ બ્રોન્ઝ મેડલ પર કબજો કર્યો છે.