Site icon Revoi.in

Tokyo Paralympics: ભારતને વધુ એક સફળતા, પ્રવિણ કુમારે હાઇ જમ્પમાં જીત્યો સિલ્વર મેડલ

Social Share

નવી દિલ્હી: મન મક્કમ હોય તો કોઇપણ કપરું કાર્ય કે પડકાર પણ ઝીલી શકાય છે. ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભારતીય ખેલાડીઓ આવી જ મક્કમતા અને જુસ્સો તેમજ જોશનું પ્રદર્શન કરીને દેશનું નામ રોશન કરી રહ્યા છે. ભારતના પેરા એથ્લીટ પ્રવીણ કુમારે દેશને બીજો સિલ્વર મેડલ અપાવ્યો છે. પુરુષોની હાઇ જમ્પ ઇવેન્ટમાં તેણે આ સફળતા પ્રાપ્ત કરી હતી. હાઇ જમ્પમાં ભારતનો આ ત્રીજો મેડલ છે. આ પહેલા નિષાદ કુમાર તેમજ મરિયપ્પને પણ પુરુષ વર્ગમાં ભારત માટે સિલ્વર મેડલ જીત્યો હતો. આ સાથે જ ભારતના 11 મેડલ થઇ ચૂક્યા છે, જેમાં સિલ્વર મેડલની સંખ્યા 6 થઇ ગઇ છે.

ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભારતીય હાઇ જમ્પર પ્રવીણ કુમારે 2.07 મીટરના ઉંચા કૂદકા સાથે ભારત માટે સિલ્વર મેડલ હાંસલ કર્યો હતો. આ ભારતીય પેરા એથ્લીટનું વ્યક્તિગત શ્રેષ્ઠ પ્રદર્શન છે. અગાઉ તેનો વ્યક્તિગત શ્રેષ્ઠ 2.05 મીટર જમ્પ હતો.

આ નવા વ્યક્તિગત શ્રેષ્ઠ પ્રદર્શન સાથે પ્રવીણ કુમારે નવો એશિયન રેકોર્ડ પણ બનાવ્યો છે. બ્રિટનનો બ્રૂમ એડવર્ડ્સ 2.10 મીટરની ઉંચી છલાંગ સાથે ગોલ્ડ મેડલનો દાવેદાર બન્યો હતો. બીજી તરફ, પ્રવીણને પડકાર આપનાર લેપિયાટો 2.04 મીટરનો ઉંચો કૂદકો લગાવીને બ્રોન્ઝ મેડલ જીતવા માટે હકદાર બન્યો હતો.

પીએમ મોદીએ પણ આ જીત પર તેને શુભેચ્છાઓ પાઠવી હતી.