- આ વર્ષે ઇન્ડિયન પ્રીમિયર લીગ 2021 યોજાશે
- આ વખતે IPLની હરાજી માટે 292 ખેલાડીનો સમાવેશ કરવામાં આવ્યો
- જેમાં જીસીએ, ગુજરાત, સૌરાષ્ટ્રના 17 ખેલાડીઓનો સમાવેશ
વડોદરા: આ વર્ષે ઇન્ડિયન પ્રીમિયર લીગ 2021 યોજાશે ત્યારે આ વર્ષની સિઝનના ઓક્શન માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ખેલાડીઓની યાદી જાહેર કરી છે. આ વખતે IPLની હરાજી માટે 292 ખેલાડીનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં જીસીએ, ગુજરાત, સૌરાષ્ટ્રના 17 ખેલાડીઓનો સમાવેશ કરાયો છે. જેમાં વડોદરાના 9 ખેલાડીઓ છે. ત્યારે 18 ફેબ્રુઆરીથી ચેન્નાઇમાં ખેલાડીઓને હરાજી શરૂ થશે.
IPL માટે હરાજીની યાદીમાં વડોદરાના 9 ખેલાડીઓમાં જેનો સમાવેશ થયો છે તેમાં વિષ્ણુ સોલંકી, કેદાર દેવધર, અતીત શેઠ, લુકમાન મેરીવાલા, સ્મિત પટેલ, અંશ પટેલ, ધ્રુવ પટેલ, કાર્તિક કાકડે અને લેટેસ્ટ કુમારનો સમાવેશ થાય છે. હરાજીમાં કુલ 292 ખેલાડીઓ આવશે, જ્યારે 8 ટીમોને કુલ 61 પ્લેયર્સની આવશ્યકતા છે.
રજીસ્ટ્રેડ થયેલા ખેલાડીઓની શ્રેણી આ પ્રકારે છે.
કેપ્ડ ભારતીય (21 ખેલાડી)
કેપ્ડ ઇન્ટરનેશનલ (186 ખેલાડી)
એસોસિએટ (27 ખેલાડી)
અનકેપ્ડ ભારતીય ખેલાડી જેણે ઓછામાં ઓછી 1 આઈપીએલ મેચ રમી છે- (50 ખેલાડી)
વિદેશી અનકેપ્ડ ખેલાડી જેણે ઓછામાં ઓછી 1 આઈપીએલ મેચ રમી છે- (2 ખેલાડી)
અનકેપ્ટ ભારતીય (743 ખેલાડી)
અનકેપ્ડ આંતરરાષ્ટ્રીય ખેલાડી (68 ખેલાડી)
18 ફેબ્રુઆરીએ થશે હરાજી
IPL 2021 સીઝન માટે ખેલાડીઓની હરાજી 18 ફેબ્રુઆરીએ ચેન્નાઇમાં થશે. IPLની 8 ટીમોએ આ વખતે 139 ખેલાડીઓને રિટેન કર્યા છે, જ્યારે 57 ખેલાડીઓને પોતાની ટીમે રિલીઝ કરી દીધા છે. કુલ 196.6 કરોડ રૂપિયા દાવ પર હશે.
(સંકેત)