- ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીનો વધુ એક રેકોર્ડ
- વિરાટ કોહલીએ વનડે કારકિર્દીમાં 12 હજાર રન પૂરા કર્યા
- સચિન તેંડુલકરનો સૌથી ઝડપી 12000 રનનો રેકોર્ડ તોડ્યો
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમે ભલે ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝમાં હારનો સામનો કરવો પડ્યો હોય પરંતુ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી એક પછી એક રેકોર્ડ બનાવીને અવિરત સિદ્વિ પ્રાપ્ત કરી રહ્યા છે. આજે કેનબરામાં મનુકા ઓવલમાં તેમણે ફરીથી એકવાર નવો મુકામ હાંસલ કર્યો છે. 12 રનના વ્યક્તિગત સ્કોર પર પહોંચતા જ વનડે કરિયરમાં 12 હજાર રન પૂરા કર્યા. આ સાથે જ વિરાટ કોહલીએ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનો 50 ઓવરના વનડે ફોર્મેટમાં સૌથી ઝડપી 12000 રનનો રેકોર્ડ તોડી નાખ્યો.
12000 ODI runs for King Kohli
He's the fastest to achieve this feat
#TeamIndia pic.twitter.com/5TK4s4069Y — BCCI (@BCCI) December 2, 2020
આ સિદ્વિ સાથે વિરાટ કોહલી આ રેકોર્ડ બનાવનારા વનડે ઇતિહાસના છઠ્ઠા બેટ્સમેન બની ગયા છે. 50 ઓવરની ક્રિકેટ ગેમમાં સૌથી વધુ રન માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના નામે છે. સચિને 463 વનડેમાં 18426 રન બનાવ્યા હતા. આ ઉપરાંત કુમાર સાંગાકારા (14234), રિકી પોન્ટિંગ (13704), સનથ જયસૂર્યા (13430), મહિલા જયવર્ધને (12650) પણ આ યાદીમાં સામેલ છે.
નોંધનીય છે કે વિરાટ કોહલીએ ભારતીય ક્રિકેટ ટીમ તરફથી કુલ 251 વનડે મેચ રમી છે. આ દરમાયન તેમણે 43 સદી અને 59 અડધી સદી ફટકારી છે. વિરાટ કોહલી જ્યારે નિવૃત્ત થશે ત્યારે તેમના નામે અનેક રેકોર્ડ નોંધાઇ ચૂક્યા હશે.
(સંકેત)