Site icon Revoi.in

વિરાટ કોહલીનો રેકોર્ડ: ક્રિકેટના 3 ફોર્મેટમાં 50 મેચ જીતનારો પ્રથમ ખેલાડી બન્યો

Social Share

નવી દિલ્હી: મુંબઇ ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતની 372 રને ભવ્ય વિજય હાંસલ કર્યો હતો. રનની દ્રષ્ટિએ ભારતનો આ સૌથી મોટો વિજય છે. આ મેચમાં કેપ્ટન વિરાટ કોહલી ભલે નિષ્ફળ રહ્યા હોય પરંતુ બીજી તરફ તેણે એક વિરાટ સિદ્વિ પોતાના નામે કરી છે.

કોહલીએ વિરાટ સિદ્વિ હાંસલ કરી છે. ન્યૂઝીલેન્ડ સામે જીત બાદ વિરાટ કોહલી ટેસ્ટ, વન-ડે અને ટી20માં એટલે કે ક્રિકેટના પ્રત્યેક ફોર્મેટમાં 50 મેચ જીતનારો પ્રથમ ખેલાડી બની ગયો છે. પ્રથમ ટેસ્ટમાં બ્રેક લેનારો કોહલી બીજી ટેસ્ટમાં બેટિંગમાં કંઇ કમાલ કરી શક્યો ન હતો.

વિરાટ કોહલી ઉપરાંત ભારતીય ટીમે પણ એક સિદ્વિ હાંસલ કરી છે. ન્યૂઝીલેન્ડ સામે ભવ્ય વિજય બાદ ભારતીય ટીમ ICC ટેસ્ટ રેન્કિંગમાં નંબર વનના સ્થાને પણ આવી ગઇ છે. બીજી ટેસ્ટ જીતવાની સાથે ભારતે ન્યૂઝીલેન્ડ સામેની બે મેચની સીરિઝ 1-0થી જીતી લીધી છે. હવે ભારતીય ટીમ સાઉથ આફ્રિકાની ટૂર માટે રવાના થશે જ્યાં તે ત્રણ ટેસ્ટ અને ત્રણ વન-ડે મેચની સિરીઝ રમશે.

આ ટેસ્ટ ઘણી બધી રીતે યાદગાર બની રહી છે. આ ટેસ્ટના પ્રથમ દાવમાં ન્યૂઝીલેન્ડના સ્પિનર એજાઝ પટેલે ભારતની તમામ 10 વિકેટો ખેરવીને ઈતિહાસ રચ્યો હતો. આ સિદ્ધિ નોંધનાવારો તે જિમ લેકર અને અનિલ કુંબલે બાદ વિશ્વનો ત્રીજો બોલર બન્યો છે. મયંકની 150 રનની ઈનિંગ્સની મદદથી ભારતે પ્રથમ દાવમાં 325 રનનો સ્કોર નોંધાવ્યો હતો. જેના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ ફક્ત 62 રનમાં આઉટ થઈ ગઈ હતી.

બીજા દાવમાં ભારતે સાત વિકેટે 276 રનના સ્કોર પર દાવ ડિક્લેર કર્યો હતો. પ્રથમ દાવની સરસાઈના આધારે ભારતે પ્રવાસી કિવિ ટીમ સામે 540 રનનો લક્ષ્યાંક મૂક્યો હતો. જેના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ 167 રનમાં આઉટ થઈ ગઈ હતી.