Site icon Revoi.in

ભારત-દક્ષિણ આફ્રિકા સીરિઝ: કોણ હશે સૂકાની? BCCIએ કરી જાહેરાત

Social Share

નવી દિલ્હી: છેલ્લા કેટલાક સમયથી ભારતીય ક્રિકેટ ટીમના સૂકાની એવા વિરાટ કોહલીનું પરફોર્મન્સ નબળુ જોવા મળી રહ્યું છે અને મોટા ભાગની મેચમાં તેઓ કોઇ ખાસ સ્કોર કરી શક્યા નથી ત્યારે વન-ડે ટીમના સૂકાનીપદ માટે તેની જગ્યાએ રોહિત શર્માને પસંદગી કરવામાં આવી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ટી-20 વર્લ્ડ કપ બાદ હવે વનડેનું સૂકાનીપદ રોહિત શર્માને સોંપ્યું છે.

ટીમ ઇન્ડિયા ટૂંક સમયમાં દક્ષિણ આફ્રિકા સામેની સીરિઝ માટે દક્ષિણ આફ્રિકા જવા માટે રવાના થવાની છે ત્યારે દક્ષિણ આફ્રિકા સામેની વનડે સીરિઝમાં રોહિત શર્મા જ કેપ્ટન હશે. પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત સમયે તે અંગે જાહેરાત કરાય તેવી સંભાવના છે.

રિપોર્ટ અનુસાર રોહિતને વનડેની કેપ્ટનશીપ સોંપવાની પણ તૈયારી ચાલી રહી છે. ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા જવા માટે રવાના થવાની છે જ્યાં ટીમ 3 ટેસ્ટ, 3 વન-ડે મેચ રમશે.

રોહિત શર્માએ ન્યૂઝીલેન્ડ સામેની ટી-20 હોમ સિરીઝની કેપ્ટન્સી કરી છે. ભારતે 3-0થી શ્રેણી જીતી લીધી હતી. કોચ તરીકે કોચ રાહુલ દ્રવિડ માટે પણ આ શ્રેણી પ્રથમ શ્રેણી હતી.

વર્લ્ડ કપ બાદ ટી-20નું સૂકાનીપદ વિરાટ કોહલીએ છોડ્યા બાદ હવે કમાન રોહિત શર્માને સોંપાશે. વિરાટ કોહલી જો કે ટેસ્ટ ટીમના સૂકાની તરીકે યથાવત્ રહેશે. પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ પણ રોહિત શર્માની સરાહના કરી હતી કે, રોહિત ટી-20 અને વનડેનો સારો કેપ્ટન છે.

નોંધનીય છે કે, ભારત સાઉથ આફ્રિકામાં જઈને પહેલી ટેસ્ટ 26 ડિસેમ્બરે રમશે.  બીજી ટેસ્ટ 30 જાન્યુઆરીથી 7 જાન્યુઆરી અને ત્રીજી ટેસ્ટ 11 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી વચ્ચે રમાશે. પ્રથમ વન ડે આવતા વર્ષે 19 જાન્યુઆરીએ રમાશે. બીજી વન ડે 21 જાન્યુઆરીએ અને ત્રીજી 23 જાન્યુઆરીએ છે.