વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ પહેલા નડ્યું વરસાદનું વિધ્ન, જાણો રમતને કેટલી અસર થશે
- વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ પહેલા નડ્યું વરસાદનું વિધ્ન
- વરસાદને કારણે ક્રિકેટ ચાહકોમાં પણ નિરાશા
- પ્રથમ દિવસે 60-70 જેટલી ઓવર રમાય તેવી સંભાવના
નવી દિલ્હી: વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ શરૂ થવાની પ્રતિક્ષા થઇ રહી હતી. વિશ્વભરના ક્રિકેટ ચાહકો ફાઇનલ મેચની પ્રતિક્ષા કરી રહ્યા છે. વિરાટ કોહલી અને કેન વિલિયમસનના સૂકાનીપદ હેઠળ ફાઇનલ મેચ થનારી છે. મેચ શરૂ થવાને આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે હવે મેચ પહેલા વરસાદનું વિધ્ન નડ્યું છે. વરસાદને કારણે હવે ક્રિકેટ ચાહકો પણ ચિંતિત થયા છે.
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ જ્યાં રમાનારી છે તે સાઉથમ્પટનમાં પણ ઉત્સાહનો માહોલ હતો જો કે હવે વરસાદ વરસતા જ ફાઇનલ મેચની મજા બગડી છે. મેચ શરૂ થતા પહેલા ગુરુવારે સાઉથમ્પટનમાં વરસાદ થયો હતો.
સાઉથમ્પ્ટનના રોઝ બાઉલ સ્ટેડિયમમાં વરસાદની આશંકા વર્તાઇ રહી છે. જો આમ જ થયુ તો ફેન્સને ઝટકો લાગવો સ્વાભાવિક છે. જોકે ઇંગ્લેંડમાં વરસાદનો પોતાનો એક અલગ અંદાજ હોય છે. પાછળના દિવસો દરમ્યાના સાઉથમ્પ્ટનમાં વરસેલ વરસાદને જોવામાં આવે તો, વરસાદ શરુ થવો અને બંધ થવામાં વધારે સમય નથી લાગતો.
આવામાં માનવામાં આવી રહ્યુ છે કે, પ્રથમ દિવસના વરસાદને લઇને અનુમાન છે કે મેચ પર બે-ત્રણ કલાકની અસર પડી શકે છે. આમ પ્રથમ દિવસની રમત 90 ઓવરના બદલે ફેન્સને 60-70 ઓવર ની રમત જ જોવા મળી શકે છે.