- ICCએ ફેબ્રુઆરી મહિનાના માસિક એવોર્ડની જાહેરાત કરી
- તેમાં પુરુષ વર્ગમાં ICC પ્લેયર ઓફ ધ મંથ તરીકે ભારતના રવિચંદ્રન અશ્વિનને એવોર્ડ
- તો મહિલા વર્ગમાં આ એવોર્ડ ઇંગ્લેન્ડની Tammy Beaumontએ હાંસલ કર્યો છે
નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદએ વર્ષ 2021ની શરૂઆતમાં માસિક એવોર્ડની જાહેરાત કરી હતી. આ માસિક એવોર્ડમાં ભારતીય ખેલાડીઓનો દબદબો રહ્યો છે. જાન્યુઆરી મહિનામાં ICC Player of the Monthનો એવોર્ડ ભારતીય વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતે જીત્યો હતો. ફેબ્રુઆરી મહિનાના એવોર્ડની પણ જાહેરાત થઇ ચૂકી છે. તેમાં પણ પુરુષ વર્ગમાં ICC પ્લેયર ઓફ ધ મંથ રવિચંદ્રન અશ્વિન છે, જ્યારે મહિલા વર્ગમાં આ એવોર્ડ ઇંગ્લેન્ડની Tammy Beaumontએ હાંસલ કર્યો છે.
24 wickets in February
A match-defining hundred vs England
ICC Men's Player of the MonthCongratulations, @ashwinravi99! pic.twitter.com/FXFYyzirzK
— ICC (@ICC) March 9, 2021
આર અશ્વિનને આ એવોર્ડ ઇંગ્લેન્ડ વિરુદ્વ ટેસ્ટ સિરીઝમાં શાનદાર પ્રદર્શન કરવા માટે મળ્યો છે. ફેબ્રુઆરી મહિનામાં આર અશ્વિને ઇંગ્લેન્ડ વિરુદ્વ ત્રણ ટેસ્ટ મેચ રમી, જેમાં તેણે 24 વિકેટ ઝડપવાની સાથે એક સદી ફટકારી હતી. તેની મદદથી તેણે ઇંગ્લેન્ડ ટીમના કેપ્ટન જો રૂટને પાછળ છોડતા ICC પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ જીત્યો છે.
નોંધનીય છે કે, ઈંગ્લેન્ડ વિરુદ્ધ ફેબ્રુઆરીમાં ત્રણ ટેસ્ટ મેચોમાં અશ્વિને એક સદી સાથે 176 રન બનાવ્યા, જ્યારે બોલિંગમાં તેણે 24 વિકેટ ઝડપી હતી. આ દરમિયાન અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં પોતાની 400 વિકેટ પણ પૂરી કરી હતી. સિરીઝમાં અશ્વિને 32 વિકેટ ઝડપી અને 189 રન બનાવ્યા હતા. તે મેન ઓફ ધ સિરીઝ પણ રહ્યો હતો. તો ઈંગ્લેન્ડની ટૈમી બ્યૂમાઉન્ટે ત્રણ વનડે આંતરરાષ્ટ્રીય મેચ ફેબ્રુઆરી મહિનામાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમી, જ્યાં તેણે 231 રન બનાવ્યા હતા. આ પ્રદર્શનને કારણે તેને આઈસીસી વુમેન પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ મળ્યો છે.
(સંકેત)