Site icon Revoi.in

Tokyo Paralympics: ભારતનો રહ્યો દિવસ, હરવિંદર સિંહે હવે આર્ચરીમાં જીત્યો બ્રોન્ઝ

Social Share

નવી દિલ્હી: ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભારતીય પેરા એથ્લીટ્સનું દમદાર પ્રદર્શન સતત જોવા મળી રહ્યું છે. ભારતના મેડલ ટેલીમાં પણ આગેકૂચ જારી છે. હરવિંદર સિંહે આર્ચરીમાં ભારત માટે 13મો મેડલ જીત્યો છે. આ રમતોમાં મેડલ જીતનાર એ પ્રથમ ભારતીય તીરંદાજ છે. તેણે શૂટ-ઑફમાં પહોંચી કોરિયાના ખેલાડીને 6-5થી મ્હાત આપી હતી.

પ્રાપ્ત જાણકારી અનુસાર ગેમ દરમિયાન બંને ખેલાડીઓ પાંચ સેટ બાદ 5-5થી ટાઇ રહ્યા હતા. જો કે આ પછી શૂટ ઑફ શરૂ થયું. કિમે આઠ, જ્યારે હરવિંદર સિંહે 10 નંબર પર નિશાન ફટકાર્યું  અને મેડલ પોતાના નામે કર્યો હતો.

પ્રવીણ કુમાર અને અવની લેખરાએ પણ જીત્યા મેડલ

આ અગાઉ શુક્રવારે ભારતીય પેરા એથ્લીટ્સને ગજબનો જુસ્સો દર્શાવ્યો હતો. પેરા એથ્લીટ પ્રવીણ કુમારે ટોક્યો પેરાલિમ્પિક્સમાં હાઇ જમ્પમાં સિલ્વર મેડલ જીત્યો હતો, જ્યારે શૂટર અવની લેખરાએ મહિલાઓની 50 મીટર રાઇફલ થ્રી પોઝિશન SH1માં ત્રીજુ સ્થાન હાંસલ કરીને બ્રોન્ઝ જીત્યો હતો.